ધર્મસભાઓ ભરવાથી રામમંદિર બનવાનું નથી, પણ બીજું થાય પણ શું?

0
12

મંગળવારથી સંસદનું શિયાળુ સત્ર શરૂ થઈ રહ્યું છે ને એ પહેલાં હિંદુવાદી સંગઠનોએ અયોધ્યામાં રામમંદિરના નિર્માણનો ઝંડો પાછો ઊંચુકવ્યો છે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ને તેનાં પાળેલાં સંગઠનો ખાલીપીલી હોહા કરી રહ્યાં છે ને તેના ભાગરૂપે તેમણે ગયા મહિને અયોધ્યામાં ધર્મસભા ભરેલી. અયોધ્યાની ધર્મસભામાં વાતોનાં વડાં સિવાય બીજું કશું થયું નહોતું. અયોધ્યાની ધર્મસભા પહેલાં વિશ્ર્વ હિંદુ પરિષદના નેતાઓએ બહુ હાકલાપડકારા કરેલા ને એ બધા ખોંખારીને એવું કહેતા હતા કે, હવે પછી કોઈ સભા-ફભા નહીં મળે ને સીધું રામમંદિરનું નિર્માણ જ શરૂ થશે. ધર્મસભામાં પણ એવી વાતો બહુ થઈ પણ પછી કંઈ નહીં. એ ધર્મસભાને પંદર દાડા થઈ ગયા ને આ પંદર દાડામાં એવું કશું થયું નથી કે જેના કારણે એવું લાગે કે, હિંદુવાદી સંગઠનો રામમંદિરનું નિર્માણ કરાવવા માટે મટી પડશે.
રવિવારે પાછી તેમણે દિલ્હીમાં ધર્મસભા કરી ને પાછી એ જ હાલત થઈ. દિલ્હીના રામલીલા મેદાનમાં થયેલી ધર્મસભામાં ખાલી કલાકારો બદલાયા, બાકી એ જ ફૂંફાડા ને એ જ બધી વાતો થઈ. અયોધ્યામાં વિશ્ર્વ હિંદુ પરિષદના ચંપત રાય હતા તો અહીં સંઘના ભૈયાજી જાશી હતા. અયોધ્યામાં ચંપત રાયે એ વખતે જાહેર કરેલું કે, હિંદુઓ રામજન્મભૂમિ મંદિરમાં નમાઝ નહીં પઢવા દે ને તેમને રામજન્મભૂમિ સંકુલની બધી જમીન જાઈએ છે. આ વખતે ભૈયાજી જાશીએ ફૂંફાડા માર્યા ને જાહેર કર્યું કે, અયોધ્યામાં રામમંદિરના નિર્માણ માટે અમે ભીખ નથી માગતા, પણ આ દેશનાં લોકોની લાગણી છે કે રામમંદિર બને, દેશનાં લોકો ઈચ્છે છે કે આ દેશમાં રામરાજ્ય આવે તેની અમે વાત કરી રહ્યા છીએ.
ભૈયાજી જાશીએ ભાજપનું નામ લીધા વિના એમ પણ કહ્યું કે, અત્યારે જે લોકો સત્તામાં બેઠા છે તેમણે અયોધ્યામાં રામમંદિરના નિર્માણનું વચન આપેલું ને એ વચન પૂરું કરવા એ લોકોએ કાયદો લાવવો જાઈએ. સત્તાધીશોને લોકોની લાગણીની ખબર છે ને લોકોની લાગણી અયોધ્યામાં રામમંદિરના નિર્માણની છે ત્યારે આ માગ પૂરી કરવી જાઈએ. ભૈયાજી જાશી સિવાય સાધ્વી ઋતંભરા ને એવી બીજી ઘસાઈ ગયેલી કેસેટોનાં ભાષણ પણ હતાં. ઋતંભરા છેક વિશ્ર્વનાથ પ્રતાપસિંહના જમાનાથી રામમંદિરની રેકર્ડ વગાડે છે. એ જમાનામાં લોકો તેમના પર ફિદા હતાં કેમ કે ઋતંભરા બેફામ બોલતાં. લોકો તેમની વાતો સાંભળીને ઝૂમી ઊઠતાં. લોકોને એવું જ લાગતું કે ઋતંભરાનાં ભાષણો સાંભળીને હિંદુઓનાં લોહી ગરમ થઈ જશે ને અબઘડી રામમંદિર બની જશે. હિંદુઓનાં લોહી તો ગરમ થયાં, પણ ભાજપ અને હિંદુવાદી સંગઠનોના નપાણિયા નેતાઓનાં લોહી ગરમ ના થયાં તેમાં આટલા વરસોમાં કશું ના થયું. ઋતંભરાજી પોતે એ જમાનામાં યુવાન હતાં. હવે તેમનેય ધોળાં આવ્યાં ને તેમની વાતોય ચવાઈ ગયેલી થઈ ગઈ છે તેથી કોઈને રસ નથી પડતો. ઋતંભરા જેવાં ખૂનખાર મનાતા નેતાની આ હાલત હોય તો બીજાંનાં ભાષણોમાં લોકોને શું રસ પડે ? લોકોએ બગાસાં ખાતાં ખાતાં એ ભાષણો સાંભળી લીધાં ને પછી વેરાઈ ગયા.
વિશ્ર્વ હિંદુ પરિષદ સહિતનાં સંગઠનોએ કરેલી આ ધર્મસભાની નરેન્દ્ર મોદી સરકાર પર અસર પડવાની નથી એ નક્કી નથી. નરેન્દ્ર મોદી વડા પ્રધાન નહોતા બન્યા એ પહેલાં રામમંદિરની બહુ વાત કરતા. હવે તેમને આવી નાની નાની વાતોમાં રસ પડતો નથી ને આ બધી વાતો પોતાના મોભાને અનુરૂપ લાગતી નથી તેથી એ બોલતા નથી. તેમના બદલે ભાજપના પરચૂરણ નેતાઓ બોલ્યા કરે છે ને રામમંદિર બનશે જ એવા ખોંખારા ખાધા કરે છે. એ બધાનું કંઈ ઊપજતું નથી એ જાતાં તેમના કહેવાથી રામમંદિર બનવાનું નથી એ બધાંને ખબર છે. આ પરચૂરણ નેતાઓમાં પણ પાછા ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ અમિત શાહ તો ચોખ્ખા શબ્દોમાં કહી જ ચુકવ્યો છે કે, અયોધ્યામાં રામમંદિરના નિર્માણનો મુદ્દો સુપ્રીમ કોર્ટમાં પડતર છે ને સુપ્રીમ કોર્ટ ચુકાદો ના આપે ત્યાં લગી કશું શકીય નથી.
અમિત શાહ મોદીની સૌથી નજીક મનાય છે તેથી એ જે વાત કરે એ મોદીની જ વાત હોય એમ માનવામાં કશું ખોટું નથી. હિંદુવાદી સંગઠનોને આ વલણ માફક આવતું નથી એ અલગ વાત છે, પણ અમિત શાહની વાત એકદમ વાસ્તવિક છે. અયોધ્યા મુદ્દે કોઈ ગમે તેટલી ધમાધમી કરે પણ જ્યાં લગી સુપ્રીમ કોર્ટ તેનો ચુકાદો ના આપે ત્યાં લગી કશું થવાનું જ નથી. સુપ્રીમ કોર્ટનું વલણ પણ સ્પષ્ટ છે. સંઘ ને બીજાં હિંદુવાદી સંગઠનો રામમંદિરના નિર્માણનો મુદ્દો લોકોની લાગણીઓ સાથે જાડાયેલો છે ને એવી બધી વાતો કરે છે, પણ સુપ્રીમ કોર્ટ માટે આ મુદ્દો જમીનના વિવાદથી વધારે કંઈ જ નથી. સુપ્રીમ કોર્ટે એ જ નક્કી કરવાનું છે કે, અત્યારે જ્યાં કામચલાઉ રામમંદિર બનાવાયેલું છે તે જમીનની માલિકી ખરેખર કોની છે.
રામમંદિર મામલે કોર્ટમાં લાંબો સમય લગી દાવપેચ ચાલ્યા પછી ૩૦ સપ્ટેમ્બર, ૨૦૧૦ના રોજ અલાહાબાદ હાઈ કોર્ટે ચુકાદો આપેલો કે, આ જમીનમાંથી બે તૃતિયાંશ જમીન નિર્મોહી અખાડા અને રામલલ્લાના મિત્રની છે, જ્યારે એક તૃતિયાંશ જમીન મુસ્લિમોની છે. હિંદુઓ વતી નિર્મોહી અખાડો આ જમીન પર રામમંદિર હોવાનો દાવો કરે છે અને પક્ષકાર છે તેથી તેને જમીન આપવા આદેશ કરાયેલો. મુસ્લિમો વતી ઉત્તર પ્રદેશનું સુન્ની સેન્ટ્રલ વક્ફ બોર્ડ કેસ લડતું હતું તેથી આ જમીનની માલિકી તેની હોવાનો ચુકાદો અપાયેલો. હાઈ કોર્ટના ચુકાદામાં સૌથી મહત્વ ની વાત એ હતી કે જ્યાં ગર્ભગૃહ છે તે જગા હિન્દુઓની એટલે કે રામજન્મભૂમિ ન્યાસની છે. મતલબ કે બાબરી મસ્જિદ જ્યાં ઊભી હતી તે જમીન હિન્દુઓની છે.
આ ચુકાદાને પહેલાં વધાવ્યા પછી હિન્દુવાદી સંગઠનો વંકાઈ ગયાં હતાં. તેમણે નવું તૂત ઊભું કર્યું ને જાહેર કર્યું કે, અમને તો રામજન્મભૂમિ સંકુલની આખી જમીન જાઈએ છે. હાઈ કોર્ટે ત્રીજા ભાગની જમીન મુસ્લિમોને આપી એ વાત પણ અમને મંજૂર નથી. તેમણે સુપ્રીમ કોર્ટમાં ધા નાખી. સામે મુસ્લિમોને પણ ગર્ભગૃહની જમીન હિંદુઓને મળે તે મંજૂર નહોતું તેથી તે પણ કોર્ટમાં ગયાં. હવે આ મામલો સુપ્રીમ કોર્ટમાં છે ને સુપ્રીમ કોર્ટ નક્કી કરશે કે, આ જમીન કોની છે. એ રીતે આ વિવાદ હવે જમીનની માલિકી કોની છે તેનો જ છે.
સુપ્રીમ કોર્ટને આ માલિકીના ટંટાનો ઉકેલ લાવવાની કોઈ ઉતાવળ નથી કેમ કે તેના કારણે કોઈ કાચું ખાતું નથી. એ જમીન એમ જ પડી છે ને અયોધ્યાનાં લોકો શાંતિથી જીવે જ છે. આજે નહીં ને પચ્ચીસ વરસે પણ સુપ્રીમ કોર્ટ ચુકાદો આપે તો તેમાં કશું ખાટુંમોળું થઈ જવાનું નથી. આ કારણે સુપ્રીમ કોર્ટ નિરાંતે બેઠી છે ને બહાર ભલે ગમે તેટલી ધમાધમી ચાલતી, સુપ્રીમ કોર્ટના જજાના પેટનું પાણી પણ હાલતું નથી.
આ માહોલમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ને તેનાં પાળેલાં સંગઠનો ગમે તેટલી ચેંચેપેંપે કર્યા કરે પણ કશું થવાનું નથી એ નક્કી છે. મોદી સરકાર આ મામલે કાયદો બનાવે એવી શકીયતા પહેલા જ અમિત શાહે નકારી કાઢી છે. એ બરાબર પણ છે કેમ કે આજે આવા એક મામલે કાયદો બને તો કાલે એવાં બીજાં સત્તર સ્થળો પર મંદિર હતાં એવા દાવા શરૂ થઈ જાય. મથુરા ને કાશી તો લાઈનમાં ઊભાં જ છે ને અયોધ્યાનું પતે એટલે તેમના માટેની માગ શરૂ થઈ જાય. મોદી સરકાર કેટલા કાયદા બનાવતી ફરે ? ને તેની પાસે બીજાં કામ છે જ નહીં કે મંદિરો માટે કાયદા બનાવ્યા કરે ?
ટૂંકમાં હિંદુવાદી સંગઠનો ગમે તે કહે પણ રામમંદિરના નિર્માણ માટે કાયદો બનવાનો નથી ને આ સંજાગોમાં તેમની પાસે એકમાત્ર વિકલ્પ આ મુદ્દે આંદોલનનો બચે છે. આંદોલન કરીને પ્રચંડ જનમત ઊભો કરાય ને સરકારે વિચારવું પડે એવી સ્થિતિ પેદા કરવી પડે. જા કે, હિંદુવાદી સંગઠનોને ખબર છે કે, હવે એ શકીય નથી. આ બધાંએ રામમંદિરના મામલે એટલી બધી ગુલાંટો લગાવી છે ને લોકોને એ હદે બેવકૂફ બનાવ્યા છે કે તેમના કહેવાથી હવે કોઈ આંદોલન માટે તૈયાર ના થાય. એટલા માટે જ તેમણે ધર્મસભાઓ ભરીને મન મનાવવાં પડે છે. તેમનેય ખબર છે કે, ધર્મસભાઓ ભરવાથી રામમંદિર બનવાનું નથી, પણ બીજું થાય પણ શું?

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY