ક્રૂડના ભાવ આસમાને: રાંધણ ગેસ સહિતના ગેસના ભાવોમાં ધરખમ વધારો થશે

0
22

ન્યુ દિલ્હી,તા.૭
પેટ્રોલ-ડીઝલના ભાવમાં ઉછાળા બાદ હવે કુદરતી ગેસના ભાવમાં ધરખમ વધારાનો ખતરો પેદા થયો છે. રાંધણ ગેસ સહિત દરેક પ્રકારના ગેસના ભાવો બેફામગતિએ વધી શકે છે કારણ કે, વિશ્ર્વમાં વ્યાપાર યુધ્ધ ઉંડુ ગયું છે. ચીન અને યુરોપિયન દેશો અમેરિકાના પ્રાકૃતિક ગેસ પર ભારે આયાત ડયુટી લગાવી શકે છે અને આમ થાય તો ભારત સહિતના દેશોમાં ગેસના ભાવોમાં જંગી ઉછાળો આવશે.
બીજી બાજુ ક્રુડ ઓઈલનો ભાવ ફરી પાછો ૧૫૦ ડોલર પ્રતિ બેરલ થઈ જવાનો ખતરો પેદા થયો છે અને જા આમ થાય તો પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધુ ભડકો થઈ શકે છે.
બ્લુમબર્ગના રિપોર્ટમાં જણાવ્યા મુજબ અમેરિકાએ ચીન ઉપર ૩૪ અબજ ડોલરની આયાત ડયુટી કાઢી છે અને ચીને પણ પલકવારમાં હવે અમેરિકી એલએનજીને નિશાન બનાવવાની હઠ પકડી છે અને જા આમ થશે તો દુનિયામાં કુદરતી ગેસના સૌથી મોટા આયાતક બનવાનું સપ્નું જાતા અમેરિકાને તો ફટકો પડવાનો જ છે પરંતુ વૈશ્ર્વિક લેવલે પુરવઠો અટકી જશે અને રાંધણ ગેસ સહિત તમામ કુદરતી ગેસના ભાવમાં જંગી ઉછાળો થવાનો ખતરો છે.
સ્ટીલ એલ્યુમિનિયમ પર અમેરિકી આયાતી ડયુટી વધવાથી રશિયાથી યુરોપ્ને ગેસના પુરવઠાની પાઈપ લાઈનની પરિયોજના પણ ખતરામાં પડી ગઈ છે. અત્યારે ભારતમાં કુદરતી ગેસની જરત વધી રહી છે. ૨૦૨૦ સુધી ઉર્જામાં ગેસની ભાગીદારી ૨૨ ટકા થઈ જશે. ભારતમાં ૧૧ ટકાના દરથી કુદરતી ગેસની માગણી વધી રહી છે અને આવી સ્થિતિમાં હવે ગેસના ભાવમાં ભયંકર ઉછાળો આવી શકે છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY