કેનેડામાં બ્રેઈન ડેડથી ગુજરાતી યુવાનનું મોત,૪ વિદેશીઓને નવજીવન આપ્યું

0
91

વડોદરા,તા.૪
છેલ્લા ૧૪ વર્ષથી કેનેડામાં માતા સાથે સ્થાયી થયેલા વડોદરાના યુવાનનું બ્રેઇનડેડ થતાં મોત નીપજ્યું હતું. પરંતુ માતાએ ખુદ પોતાના પુત્રનું મોત થતા પૂર્વે તેના અંગોના દાનનો નિર્ણય લેતા તેના અંગોથી ૪ વિદેશીને નવજીવન મળ્યું છે. વડોદરા રહેતા યુવાનના નાના કહે છે કે, મારો ભાણેજનું મૃત્યુ થયું નથી, આજે પણ જીવીત છે.
વડોદરા શહેરના વાઘોડિયા રોડ પર આવેલી સુખધામ હવેલીની સામે આવેલ વસુંધરા સોસાયટીના રહેવાસી અમિષાબહેન સોનીના પતિનું હાર્ટએટેકના કારણે અવસાન થયું હતું. પતિના અવસાન બાદ તેઓ પોતાના એકના એક પુત્ર ધૈર્યને લઇ કેનેડાના ટોરેન્ટોમાં ગયા હતા. અને ત્યાંજ સ્થાયી હતા. તે સમયે ધૈર્યની ઉંમર ૧૧ વર્ષની હતી. ધૈર્ય અભ્યાસમાં હોશિયાર હતો. ધૈર્યએ ટોરેન્ટોની યુનિવર્સિટીમાં બિઝનેશ મેનેજમેન્ટ એન્ડ ઓર્ગેનાઇઝેશન સ્કીમમાં ગ્રેજ્યુએશન પૂરું કર્યું હતું. ગત ફેબ્રુઆરી માસમાં વડોદરામાં રહેતા ધૈર્યના નાના રમેશભાઇ શાહ અને નાની પોતાની દીકરી અમિષા અને ધૈર્યને મળવા માટે કેનેડા ગયા હતા.
ગત તા.૧૪ ફેબ્રુઆરીના રોજ ધૈર્ય બાથરૂમમાં સ્નાન કરીને બહાર નીકળી રહ્યો હતો. તે સમયે તેને એકાએક ચક્કર આવતા તે સ્થળ પર જ ઢળી પડ્યો હતો. તુરંત જ તેણે હોસ્પિસ્પટલમાં લઇ જવામાં આવ્યો હતો. પ્રાથમિક તપાસમાં તેના મગજમાં લોહીનું પરિભ્રમણ બંધ થઇ ગયું હતું. તબીબોએ તમામ પ્રયાસો કર્યા હતા. પરંતુ તેના તમામ અવયવો કામ કરતા બંધ થઇ ગયા હતા. આખરે તેણે એક માર્ચના રોજ બ્રેઇનડેડ જાહેર કરવામાં આવ્યો હતો.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY