જમ્મુ કાશ્મીરઃ કુલગામ પોલીસ સ્ટેશન પર ગ્રેનેડ હુમલો, ત્રણ નાગરિકો ઘાયલ

0
4

કુલગામ,તા.૩૦
જમ્મુ કાશ્મીરના કુલગામમાં આતંકી હુમલો થયો છે. આતંકીઓ દ્વારા કુલગામ પોલીસ સ્ટેશન પર ગ્રેનેડ હુમલો કરવામાં આવ્યો છે. આતંકીઓ દ્વારા ફેંકવામાં આવેલા ગ્રેનેડની ઝપટમાં આવવાને કારણે ત્યાંથી પસાર થઇ રહેલા ત્રણ નાગરિકો પણ ઘાયલ થયા છે. ઘાયલ લોકોને હોસ્પિટલ લઇ જવામાં આવ્યા છે.
આતંકીઓના ગ્રેનેડ હુમલા પછી સુરક્ષા જવાનોએ મોરચો સાંભળતા જવાબી કાર્યવાહી કરી ત્યારે આતંકીઓ ભાગી નીકળ્યા. પોલીસ સ્ટેશનની આસપાસના વિસ્તારોમાં સુરક્ષાબળો દ્વારા તલાશી અભિયાન શરુ કરી દેવામાં આવ્યું છે. આ પહેલા પ્રજાસતાક દિવસે પણ આતંકીઓએ શ્રીનગરના કમોહમાં હુમલાની કોશિશ કરી હતી પરંતુ સુરક્ષાબળોએ તેને નિષ્ફળ બનાવતા બે આતંકીઓને ઠાર માર્યા. ૨૬ જાન્યુઆરીએ સવારે સુરક્ષાબળો અને આતંકીઓ વચ્ચે શ્રીનગર જિલ્લાના કમોહમાં એન્કાઉન્ટર ચાલ્યું હતું.
આ પહેલા સોમવારે બડગામમાં અને મંગળવારે શોપિયાંમાં એન્કાઉન્ટર ચાલ્યું હતું. બનેં જગ્યાઓ પર સુરક્ષાબળોએ ત્રણ-ત્રણ આતંકીઓને ઠાર માર્યા હતા. શોપિયાંમાં થયેલા એન્કાઉન્ટરમાં રાજ્યના આઇપીએસ ઓફિસરનો ભાઈ પણ માર્યો ગયો હતો.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY