લોકપાલની નિયુક્તિની માગણી સાથે અણ્ણા હજારેનાં અનશનનો પ્રારંભ

0
7

રાલેગણ સિદ્ધિ,તા.૩૦
સામાજિક કાર્યકર અણ્ણા હજારેએ ફરી એક વખત આંદોલન અને અનશનની શરૂઆત કરી છે. આજે સવારના ૧૦ વાગ્યાથી મહારાષ્ટ્રના અહમદનગર જિલ્લામાં આવેલા પોતાના ગામ રાલેગણ સિદ્ધિમાં અણ્ણાએ અનશનનો પ્રારંભ કર્યો છે. લોકપાલની નિયુક્તિના મુદ્દે અણ્ણાએ હવે કેન્દ્રની મોદી સરકાર સામે રણશિંગું ફૂંક્્યું છે. ઉલ્લેખનીય છે કે થોડા દિવસ પહેલાં તેમણે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને લોકાયુક્ત નિયુક્ત કરવાની માગણી કરી હતી.
અણ્ણાએ જણાવ્યું હતું કે લોકપાલ કાયદો બન્યાને પાંચ વર્ષ થઈ ગયાં છતાં પણ મોદી સરકાર વારંવાર બહાનાબાજી કરી રહી છે. મોદી સરકારના દિલમાં નિયુક્તિની ભાવના હોત તો શું તેમાં પાંચ વર્ષ લાગ્યાં હોત. મારાં અનશન કે આંદોલન કોઈ વ્યક્તિ કે પક્ષ વિરુદ્ધ નથી, સમાજ અને દેશની ભલાઈ માટે હું વારંવાર આંદોલન કરતો રહ્યો છું, એ પ્રકારનું જ આ આંદોલન છે.
થોડા દિવસ પહેલાં પીએમ મોદીને લખેલા એક પત્રમાં અણ્ણાએ આરોપ લગાવ્યો હતો કે કેન્દ્ર સરકાર દેશવાસીઓ સાથે વિશ્વાસઘાત કરી રહી છે. લોકપાલ અને લોકાયુક્ત જેવા મહ¥ર્વપૂર્ણ કાયદા પર અમલ થઈ રહ્યો નથી અને સરકાર વારંવાર આ મુદ્દે જુઠ્ઠું બોલી રહી છે તે હું સહન કરી શકતો નથી.
અણ્ણા હજારેએ સ્પષ્ટપણે જણાવી દીધું છે કે આ વખતે કોઈ રાજનૈતિક દળ તેમના આ આંદોલનમાં સામેલ થશે નહીં. સૂત્રોના જણાવ્યા અનુસાર યોગેન્દ્ર યાદવ, પ્રશાંત ભૂષણ, શાંતિ ભૂષણ અને કુમાર વિશ્વાસ જેવા કેટલાક જૂના સાથીઓ અણ્ણાના આંદોલનને સમર્થન આપવા રાલેગણ સિદ્ધિ આવે તેવી શક્યતા છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY