કુમારસ્વામી ‘બેલાગવી’ને કર્ણાટકનું બીજુ પાટનગર બનાવવાના મૂડમાં

0
46

બેંગ્લુરુ,તા.૧
હાલમાં રજૂ કરવામાં આવેલા બજેટમાં એક ભાગની અવગણના કરવાની ટીકાનો ભોગ બનનાર કર્ણાટકનાં મુખ્યમંત્રી એચડી કુમારસ્વામી હવે ડેમેજ કંટ્રોલમાં લાગી ગયા છે. માનવામાં આવી રહ્યું છે કે ઉત્તર કર્ણાટકનાં લોકોની નારાજગી દૂર કરવા માટે રાજ્ય સરકારે બેલાગવીને બીજું પાટનગર જાહેર કરી શકે છે. આ સિવાય સીએમ કેટલાક સરકારી વિભાગોને પણ અહીં ખસેડવાનો વાયદો કરી ચુક્્યા છે . ઉલ્લેખનીય છે કે ઘણા લાંબા સમયથી આની માંગ થઈ રહી હતી.
હકીકતમાં મહારાષ્ટ્રમાં નાગપુર અને જમ્મુ-કશ્મીરમાં કશ્મીરની માફક બેલાગવીને બીજા પાટનગરનો દરજ્જો આપવાનો પ્રસ્તાવ વર્ષ ૨૦૦૬માં જેડી(એસ)-ભાજપ ગઠબંધન સરકારે કર્ણાટક વિધાનસભામાં સર્વાનુમતે સ્વીકાર્યો હતો.
આ મુદ્દાને ફરીથી ઉઠાવતા કુમાર સ્વામી સરકારે બેલાગવીને બીજું પાટનગર બનાવવાની શરૂઆત કરી દીધી છે. સીએમ કુમારસ્વામીએ જણાવ્યું કે જ્યારે વર્ષ ૨૦૦૬માં તેઓ સીએમ બન્યાં હતા ત્યારથી બેલાગવીને બીજું પાટનગર બનાવવાનો મામલો લંબાયો છે. ત્યારબાદની સરકારોએ આ પ્રસ્તાવ પર ધ્યાન આપ્યું નહી. હું આ પ્રસ્તાવ ઉપર પુનર્વિચાર કરીશ અને તેની વ્યવહારિકતા પર જરૂરી ચર્ચા-વિચારણા કરીશ.
વધુમાં તેમણે જણાવ્યું કે કેટલાક સરકારી વિભાગોને પણ બેલાગવી સ્થિત સચિવાલય ભવનમાં ખસેડવામાં આવશે. અત્યારે ત્યાં વર્ષમાં ફક્ત ૧૦ દિવસ શિયાળામાં કામ થાય છે. અમારો પ્રયાસ છે ત્યાં આખું વર્ષ ૩૬૫ દિવસ કામ થાય, જેથી ત્યાંના લોકોની નાની મોટી જરૂરિયાતોને પૂરી કરવા માટે તેમને બેંગલોર સુધી લંબાવ્વું ના પડે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923 
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY