કુપોષણ- ભૂખમરાથી દેશની ૩ માસૂમ દિકરીના મોત પછી સરકાર જાગશે ખરી..??

0
25

દેશની રાજધાની દિલ્હીમાં મોટા મોટા નેતાઓ જેમાં વડાપ્રધાનથી લઈને અનેક ઉચ્ચાધિકારીઓ રહે છે. દિલ્હી એક એવું રણ છે કે જ્યાં ગરીબી અને ભૂખથી તડપી તડપીને એક પરિવારની ૩ બાળકીઓ દમ તોડી નાખે છે. દિલ્હીના મંડાવલી વિસ્તારમાં દેશનું માથું શરમથી ઝુકાવી જાય તેવી ઘટના બની છે. તેને જોઇને એવું જ કહી શકાય કે સમગ્ર દેશ માનસી, પારુલ અને શિખા નામની આ દીકરીઓને બે હાથ જોડી માફી માંગી કહે કે અમે તમારા માટે કશું નથી કર્યું, કે કશું કરી નથી કરી શક્યા..!! આ ૩ દીકરીઓના પીએમ રીપોર્ટમાં એ વાત સ્પષ્ટ બહાર આવી છે કે તેઓના મોત માટે કુપોષણ અને ભૂખમરો જવાબદાર છે. છેલ્લા સાત આંઠ દિવસથી આ દીકરીઓને ખાવાનું મળતું નથી. અને આખરે ભૂખથી તડપી તડપીને દમ તોડી નાંખે. હવે આ પરિવારને સરકાર જેટલી પણ સહાયતા નાણા આપે પરંતુ તેનો કોઈ અર્થ નથી રહેતો.
એવું કહેવાય છે કે અગર કોઈ દેશમાં એક વ્યક્તિ પણ ભૂખને કારણે તડપીને મારી જાય તો તે સરકારને એક પળ માટે પણ સત્તા પર રહેવાનો નૈતિક અધિકાર નથી. જ્યારે આવી ઘટના બને છે ત્યારે પીએમ રિપોર્ટ પર બધો આધાર રહે છે. કેટલીય વાર એવું પણ થયું છે કે રીપોર્ટમાં ભૂખથી મોત થયું બતાવ્યું હોય પણ કાગળ પર બીજું જ કારણ બતાવ્યું હોય. દિલ્હીમાં દેશની જે ત્રણ દીકરીઓએ તડપી તડપીને દમ તોડી નાંખ્યો તેનું કારણ કુપોષણ અને ભૂખમરો દેખાઈ આવે છે. કેન્દ્ર સરકાર અને દિલ્હી સરકાર કુપોષણથી લડવા માટે અરબો રૂપિયા ખર્ચ કરે છે પણ તે નાણા ક્યાં અને કેવી રીતે ખર્ચાય છે. તે પણ એક સવાલ છે. કુપોષણની સમસ્યા સૌથી મોટી સમસ્યા છે પણ તેને નિપટી લેવા આજ દિન સુધીમાં કોઈ સગવડતા મળે તેઓ અજમાવવામાં આવ્યો નથી. અગર વાસ્તવિક કુપોષણ માટે ખર્ચ કરવામાં આવ્યો હોત તો મંડાવલી વિસ્તારની આ ત્રણ સગી બહેનોના મોત ભૂખથી થયા ન હોત. હવે ગમે તેટલા આંસુ નેતા પણ તેના માટે કહેવડાવે પણ તે કોઈ કામના નથી.
આ દેશ માનસી, પારુલ અને શિખાથી માફી માંગતા વિનંતિ કરી રહ્યો છે કે અમને માફ કરશો કેમ કે અમારી નકામી સરકાર તમને બે ટંક તો શું એક ટંક માટે પણ રોટલી પણ આપી ન શકી. અમને એ માટે માફ કરજે કે અમારા મોટા મોટા નેતા મોટા મોટા જુમલા લગાવે છે પણ કરતા કઈ નથી. અગર તમારા પિતાના બેંક ખાતામાં ૧૫ લાખ આવ્યા હોત તો કદાચ તમારે કુપોષણ યા ભૂખથી તડપી તડપીને મરવું ના પડત. આ દેશ આપની શહાદતને ભૂલી નહિ શકે. હવે પસ્તાવાથી થાય શું..?? જ્યારે માસૂમ ઝીંદગીઓ ઉજડી ગઈ…
(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો. 9978406923
પ્રેસ કાર્ડ આપવામાં આવશે

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY