ઇમાનદાર લોકોને ચોકીદાર પર ભરોસો,ભ્રષ્ટ છે તેમને પેટમાં ચુંક ઉપડી છેઃ મોદી

0
9

વડાપ્રધાને ઝજ્જરમાં રાષ્ટ્રીય કેન્સર ઇન્સ્ટીટ્યૂટનું ખાતમૂહૂર્ત કર્યુ
વડાપ્રધાને પંચાયતી રાજ સંસ્થાના પ્રતિનિધીઓ સાથે સીધો સંવાદ કર્યો,લાલ કિલ્લાથી ટાયલેટની વાત કરવા પર મારી મજાક ઉડાવી,ભ્રષ્ટાચાર મુક્ત ભારતનું અભિયાન વધુ તેજ ગતિએ ચાલશે
કુરુક્ષેત્ર,તા.૧૨
લોકસભા ચૂંટણી પહેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દેશનાં ખુણે ખુણાનો પ્રવાસ કરી રહ્યા છે. ઉત્તર, ઉત્તર-પૂર્વ અને દક્ષિણનાં રાજ્યોની મુલાકાત કર્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે હરિયાણાનાં કુરક્ષેત્રમાં આવી પહોંચ્યા હતાં. કુરૂક્ષેત્રમાં તેમણે અનેક પરિયોજનાં જનાર્પિત કરી હતી. પ્રધાનમંત્રીએ ઝજ્જર જિલ્લાનાં બાદસામાં રાષ્ટ્રીય કેન્સર ઇન્સ્ટીટ્યુટનું ખાતમુહૂર્ત કરીને સ્વચ્છ શક્તિ કોન્ફરન્સને સંબોધિત કરી હતી. સભા સંબોધતા પીએમ મોદીએ કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતાં. તેમણે કહ્યું કે મારી યોજનાઓની મશ્કરી કરવામાં આવી. સોનાની ચમચી સાથે જન્મેલા લોકોનો કટાક્ષ મને ખુંચે છે.
પીએમ મોદી બોલ્યા કે આજે કેન્દ્ર સરકાર આટલા વિકાસ કાર્યો એટલા માટે કરી રહી છે કે,૨૦૧૪માં લોકોએ અમને પુર્ણ બહુમત આપ્યો. ઇમાનદાર લોકોને ચોકીદાર પર ભરોસો છે. પરંતુ જે ભ્રષ્ટ છે તેમને પેટમાં ચુંક ઉપડી છે. વડાપ્રધાને કહ્યું કે કોઈની ધમકી અને ગાળોથી હું ડરવાનો નથી. ભ્રષ્ટાચાર મુક્ત ભારતનું અભિયાન વધુ તેજ ગતિએ ચાલશે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે હરિયાણાની ધરતી પરથી અમે જે મોટા લક્ષ્યાંકો રાખ્યા હતા, તે સિદ્ધ કર્યા છે. જેમાં વન રેન્ક,વન પેન્શનનો વાયદો અમે આ ધરતી પર કર્યો હતો. જે અમે પુરો કર્યો છે. તેમણે કહ્યું કે બેટી બચાવો, બેટી પઢાઓની યોજના અમે અહિથી લોન્ચ કરી હતી. જે એક જનઆંદોલન સ્વરૂપે પુરા દેશમાં ફેલાઈ ગઈ હતી. આયુષ્યમાન યોજનાની પહેલી લાભાર્થી હરિયાણીની દિકરી છે.
તેમણે કહ્યું કે આજે જે પ્રોજેક્ટની શરૂઆત કરી છે. તેનાથી હરિયાણાની જનતાનું જીવન સુગમ અને સ્વસ્થ બનશે. સાથે જ અહિનાં યુવાનોને રોજગારીની નવી તકો આ યોજનાથી મળશે. પીએમ બોલ્યા કે બેટી બચાવો, બેટી પઢાવો અભિયાનથી દિકરીઓની જનસંખ્યામાં વધારો થયો છે.ઉજ્જવલા યોજનાથી બહેનોને ધૂમાડાથી મુક્તિ મળી છે. રાષ્ટ્રીય પોષણ યોજના અને પ્રધાનમંત્રી સુરક્ષિત માતૃત્વ અભિયાનથી પ્રસુતા માતાઓનાં જીવન પરથી સંકટનાં વાદળો દુર થયા છે.
કુરૂક્ષેત્રમાં પ્રધાનમંત્રીએ પંચાયતી રાજ સંસ્થાનાં પ્રતિનીધીઓ સાથે સીધો સંવાદ કર્યો હતો. જેમાં આશાવર્કર,પંચાયત અને નગર નિગમનાં સભ્યો સામેલ હતાં. આ સિવાય પ્રધાનમંત્રીએ આયુર્વેદ નેશનલ યુનિવર્સિટીનું ખાતમુહુર્ત કર્યુ હતું. અંદાજીત ૨૭૦ કરોડ રૂપિયાનાં ખર્ચે આ યુનિવર્સિટી પંચકુલામાં બનશે.
પ્રધાનમંત્રીએ કહ્યું કે જે લોકો પહેલા સત્તામાં હતા તે મારો મજાક ઉડાવે છે. વિપક્ષ મારો મજાક ઉડાવતી હતી કે પ્રધાનમંત્રી ટોયલેટની વાત કરે છે. મારી વિચારસરણી અને સમજણશક્તિ પર અપમાનજનક ટિપ્પણી કરતા હતાં. તેમણે કહ્યું કે મુદ્રા યોજનામાં ૧૫ કરોડની લોનમાંથી લગભગ ૭૫ ટકા લોન મહિલા સાહસિકોને આપવામાં આવી છે. ‘દિન દયાલ અંત્યોદય યોજના’ હેઠળ લગભગ ૬ કરોડ મહિલા સ્વ-સહાય જૂથો સાથે જાડાયેલી છે.
મહત્વનું છે કે હાલ હરિયાણાની જીંદ વિધાનસભા પેટા ચૂંટણીમાં ભાજપનો વિજય થયો હતો. જેને લોકસભા ૨૦૧૯ની તૈયારી રૂપે જાવામાં આવે છે. લોકસભા ચૂંટણી આડે ગણતરીનો સમય બાકી છે. તેમજ ટુંક સમયમાં હરિયાણાં વિધાનસભા ચૂંટણી પણ યોજાશે. જેને કારણે ભાજપ મતદારોને લોભાવવા માટે કોઈ કસર છોડવા માગતી નથી.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY