સુરતમાં મહિલા સંચાલિત કૂટણખાનાનો પર્દાફાશ,પાંચ ગ્રાહક,બે મહિલાની ધરપકડ

0
61

સુરત,તા.૧૮
સુરત શહેરના સૌથી વધુ ગીચ ગણાતા વિસ્તાર એવા ગોપીપુરામાં દેહવ્યાપારના ધંધાનો પર્દાફાશ થયો છે. પોલીસ દરોડામાં પાંચ ગ્રાહકો અને બે મહિલાની ધરપકડ કરવામાં આવી છે, એક ફ્લેટમાં ૩૦ વર્ષિય મહિલા દ્વારા આ કુટણખાનું ચલાવવામાં આવતું હતું. પોલીસ તમામની અટકાયત કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
પ્રાપ્ત વિગત પ્રમાણે શહેના ગોપીપુરામાં વાઘેશ્વરી માતાજીની પોળમાં આવેલા મહાદેવ હાઇટ્‌સના એક ફ્લેટમાં ૩૦ વર્ષીય મહિલા દ્વારા કુટણખાનું ચલાવવામાં આવતું હોવાની ટેલિફોનિક ફરિયાદ થઇ હતી. ફરિયાદના આધારે અઠવા લાઇન્સ પોલીસે દરોડા કાર્યવાહી હાથ ધરી હતી. દરોડા કાર્યવાહી દરમિયાન મહિલા ઉપરાંત પાંચ ગ્રાહકો દિલીપ ભૈયાલાલ, રાહુલ પપ્પુ, બાદલ સુરેશ, મયૂર વીજેન્દ્ર અને સતેન્દ્ર બ્રિજનંદન રંગે હાથ ઝડપાયા હતા. તો બે રૂપલલનાની પણ પોલીસ ધરપકડ કરી હતી.
સમગ્ર કેસની તપાસ પોલીસ સબ ઇન્સ્પેક્ટર બી એમ તોગડા કરી રહ્યાં છે. સામાન્ય રીતે કુટણખાના જેવી જગ્યાએ દરોડા પાડવા માટે પોલીસ ડમી ગ્રાહકનો સહારો લે છે પરંતુ આ કિસ્સામાં પોલીસે એક ટેલિફોનિક બાતમીના આધારે દરોડા પાડ્યા હતા, આ દરોડામાં પકડાયેલા તમામ ગ્રાહકો મજૂર વર્ગના હોવાનું કહેવામાં આવે છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY