રાજકોટ,તા.૧૮
ગુજરાત સરકાર દ્વારા ટ્રીટેડ વેસ્ટ વોટરને થર્મલ પાવર પ્લાન્ટ, ઔદ્યોગિક એકમો, બાંધકામ, વાણિજ્ય સંકુલો અને સંસ્થાઓ, મ્યુનિસિપલ બાગ-બગીચા અને કૃષિ-સિંચાઇ વગેરે ક્ષેત્રોમાં રી-યુઝ કરવા અંગે ૨૮ મે ના રોજ “પોલીસી ફોર રી-યુઝ આૅફ ટ્રીટેડ વેસ્ટ વાટર” જાહેર કરવામાં આવેલી હતી છે.
ટ્રીટેડ(ગંદા પાણીને શુદ્ધ કરવું) વેસ્ટ વોટરનાં ફરી ઉપયોગ અંગે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પણ જનરલ બોર્ડ દ્વારા ઠરાવ કરવામાં આવ્યો હતો.
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરમાં એકત્ર કરાતા ડોમેસ્ટીક સુએજને જુદા જુદા સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં ટ્રીટ કરવામાં આવે છે. આવા ટ્રીટેડ વેસ્ટ વોટરનો ઉપયોગ ઇન્ડસ્ટ્રીયલ યુઝ, ગાર્ડનીંગ, નર્સરી, કન્સ્ટ્રકશન વર્ક, ટોઇલેટ ફલશીંગ, વેહિકલ વોશીંગ વિગેરે હેતુ માટે કરી શકાય છે.
સૌરાષ્ટÙ વિસ્તાર એ પાણીની અછત વાળો વિસ્તાર હોવાથી આવા હેતુ માટે ટ્રીટેડ વેસ્ટ વોટરનો ઉપયોગ કરવામાં આવે, તો પીવાલાયક શુદ્ધ અને કિમતી પાણીની બચત થઇ શકે. ગુજરાત સરકાર દ્વારા પણ ટ્રીટેડ વેસ્ટ વોટરના રી-યુઝ અંગે નીતિ નક્કી કરવામાં આવેલી છે. પીવાલાયક શુદ્ધ અને કિમતી પાણીની બચત થઇ શકે તે હેતુથી રાજકોટ મહાનગરપાલિકા વ્યાજબી દરે ટ્રીટેડ વેસ્ટ વોટર આપવા ઈચ્છુક છે. તથા આ માટે જુદા જુદા એકમો પાસેથી ટ્રીટેડ વેસ્ટ વોટરના ઉપયોગની શક્્યતા તથા જરૂરી જથ્થા અંગેની વિગતો મેળવવા માંગે છે. ટ્રીટેડ વેસ્ટ વોટરના ઉપયોગ બાબતે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સોમવારે એક મીટીંગનું આયોજન કરાવવામાં આવી છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"




