કચ્છમાં નવરાત્રિને લઈ મોટો નિર્ણય : બિનહિંદુને પ્રવેશ પર પ્રતિબંધ મૂકાયો

0
11

કચ્છ,તા.૨૮
આધશક્તિની આરાધનાના ઉત્સવ નવરાત્રિનો આરંભ ૯ ઓક્ટોબર થઇ રહ્યો છે. નવલા નોરતા અને નવરાત્રીની ગરીમા જળવાય તે માટે હિંદુ યુવા સંગઠન અને વિશ્વ હિંદુ પરિષદ દ્વારા વિધર્મીને નવરાત્રી પંડાલમાં પ્રવેશ પર પ્રતિબંધ લગાડવામાં આવ્યો છે. કચ્છના ભુજ, અંજાર, માંડવી, સહિતના શહેરમાં નવરાત્રીમાં બિનહિંદુને પ્રવેશ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. લવ જેહાદ જેવા કિસ્સા અટકાવવા માટે હિંદુ સંગઠન દ્વારા નવરાત્રીમાં વિધર્મી પ્રવેશ પ્રતિબંધ મુકવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
છેલ્લા પાંચ વર્ષથી માંડવીમાં વિધર્મી મુક્ત નવરાત્રીનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ વર્ષે યોજાનાર નવરાત્રીના આયોજનમાં વિધર્મીઓને ગરબીના મંડપમાં પ્રવેશ પ્રતિબંધનો ઐતિહાસિક નિર્ણય લેવાયો આવ્યો છે. કચ્છના માંડવી, ભુજ, અંજાર સહિતના શહેરમાં યોજાતા નવરાત્રી ગરબામાં બિનહિંદુને પ્રવેશ પર પ્રતિબંધ લગાડવામાં આવ્યો છે.
નવરાત્રી પંડાલમાં આવતા લોકોના કપાળ પર તિલક અને ગળમૂત્ર અભિષેક કર્યા બાદ પ્રવેશ આપવામાં આવશે જેમાં નવરાત્રીના ઉત્સવમાં બિનહિંદુ પ્રવેશ પર પ્રતિબંધ મુકવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. માતાજીના પર્વની પવિત્રતા જાળવવા અને વિધર્મીઓને તેમાં પ્રવેશતા રોકવા આ નિર્ણય લેવાયો છે. કચ્છ લવ જેહાદ જેવી ધટના અટકાવવા માટે હિંદુ સંગઠન દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY