સુરતમાં બે દિવસના નવજાત પુત્રને મૂકી માતા ફરાર

0
8

સુરત,તા.૨૮
રાજ્યમાં અવાર-નવાર નવજાત શિશુને ત્યજવાના બનાવો વધતા જાય છે, ત્યારે એકવાર ફરી સુરતની નિષ્ઠુર માતાની કાળી કરતૂત સામે આવી રહી છે. સુરતમાં માત્ર બે દિવસના નવજાત પુત્રને માતા ફરાર થઇ ગઇ છે. પરંતુ એક મુસ્લિમ મહિલાએ બિનવારસી બાળક દેખાતા પોલીસને જાણ કરતા નિર્દોષ બાળકનો જીવ બચી ગયો હતો. પોલીસે હાલ આવી નિષ્ઠુર માતાની શોધી કાઢવા તપાસ હાથ ધરી છે.
આ ઘટનામાં મળતી માહિતી પ્રમાણે, સુરતના ચોકબજાર ગાંધીબાગ નજીક નિષ્ઠુર માતા બે દિવસના નવજાત પુત્રને તરછોડી ફરાર થઇ ગઇ હતી. આ બાળક રાત્રિના સમયે રડવાનો અવાજ આવતા ત્યાં રહેતી મુસ્લિમ મહિલાની નજર ગઇ હતી. મુસ્લિમ મહિલાએ સૌ પ્રથમ નવજાતને જાઈ તાત્કાલિક પોલીસને જાણ કરી હતી. પોલીસ ઘટના સ્થળે પહોંચીને નવજાત બાળક પર કબજા લઈ તાત્કાલિક સુરત સિવિલ હોસ્પિટલના દ્ગૈંઝ્રેંમાં દાખલ કરાયું હતું.
આ ઘટનામાં નિષ્ઠુર માતાએ પોતાનું કાળું પાપ છુપાવવા માટે આ હરકત કરી હોય તેવું પ્રાથમિક રિપોર્ટમાં દેખાઇ રહ્યુ છે. સુરતના અઠવાલાઇન્સ પોલીસે બાળકને ત્યજી દેનાર માતાને શોધી કાઢવા તે દિશામાં તપાસ હાથ ધરી છે. આ સિવાય આ કળિયુગમાં હજી માનવતા મરી પરવારી નથી તેમ એક મુસ્લિમ મહિલાએ આ બાળકને દત્તક લેવાની તૈયારી દર્શાવી હતી.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY