અલીગઢ,તા.૧૪
હિઝબુલ મુઝાહિદ્દીનના આતંકી મન્નાન વાનીનુ સુરક્ષા દળો સાથેની અથડામણમાં મોત બાદ અલિગઢ મુસ્લિમ યુનિવર્સિટીમાં વિવાદ વકરી રહ્યો છે.
વાની એએમયુનો પૂર્વ વિદ્યાર્થી હતો અને તે પીએચડીનો અભ્યાસ છોડીને આતંકવાદી બન્યો હતો. તેના મોત બાદ કેટલાક છાત્રોએ શોકસભા બોલાવીને નમાઝ પઢી હતી. એ પછી બે વિદ્યાર્થીઓને યુનિવર્સિટી દ્વારા સસ્પેન્ડ કરાયા છે.
જેની સામે યુનિર્સિટીમાં ભણતા ૧૨૦૦ કાશ્મીરી વિદ્યાર્થીઓએ ધમકી આપી છે કે જા સત્તાધીશો બે વિદ્યાર્થીઓ સામે કરેલી કાર્યવાહી પાછી નહી ખેંચે તો તમામ કાશ્મીરી વિદ્યાર્થીઓ યુનિવર્સિટી છોડી દેશે. વિદ્યાર્થીઓ સત્તાધીશો પર ભેદભાવ કરવાનો આરોપ પણ મુક્્યો છે.
૧૭ ઓક્ટોબરે યુનિવર્સિટના સ્થાપક સૈયદ અહેમદ ખાનની જન્મ જયંતિએ જ છાત્રો યુનિવર્સિટી છોડીને પાછા જતા રહેશે તેવુ એલાન કરાયુ છે.
કાશ્મીરી સજ્જાદ રાઠર એએમયુ સ્ટુડન્ટ યુનિયનનો ઉપપ્રમુખ પણ છે.તેણે કહ્યું છે કે દરેક કાશ્મીરી વિદ્યાર્થીને પોતાની સુરક્ષાની ચિંતા છે.અમે જા યુનિવર્સિટી છોડીશું તો તેના માટે યુનિવર્સિટીના સત્તાધીશો જવાબદાર હશે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



