CISF ના જવાનોએ બિલ ચુકવવાની જીદ કરતા અંતે જે બિલની રકમ છે તે ફંડ રેઝિંગ કરી શહીદો માટે મોકલાશે .
કેવડિયાની એક હોટેલે તેની મેનુમાં આર્મીમેનો માટે ભોજન મફત રાખ્યું હતું : હોટેલ મેનેજમેન્ટે સામેથી સંપર્ક કરી નિમંત્રણ આપ્યું
રાજપીપળા : જમ્મુ કાશ્મીરના પુલવામાં થયેલ આંતકવાદી હુમલા બાદ આજે ઠેર ઠેર દેશની જનતા રોડ પર ઉતરી શહીદોને શ્રદ્ધાંજલિ આપવા અને આંતકીઓ સામે રોષ પ્રકટ કરી રહી છે ત્યારે જે જવાનો રાત દિવસ દેશની સુરક્ષા કરી રહ્યા છે, તેમના પ્રત્યે દેશની જનતાને ઈજ્જત અને માન છે. જયારે કેવડિયા કોલોની નજીક ભૂમાલિયા ગામ પાસે આવેલ સરદાર સરોવર હોટેલના સંચાલકે જ્યારથી હોટેલ શરૂ કરી ત્યારથી ફૌજી જવાનો માટે ભોજન ફ્રી એવું મેનુમાં પહેલા પાને લખ્યું છે. અને પોતાની હોટેલમાં પ્રવાસી તરીકે પણ જમવા આવે અને ખબર પડે કે એ ફૌજી છે,આર્મી મેન છે એટલે તેમની પાસેથી બીલ વસુલવામાં આવે નહિ, આમ સ્ટેચ્યુ પર રાજ્યના કેટલા નિવૃત આર્મીમેનો અને CISF જવાનો પોતાના પરિવાર સાથે ફરવા આવ્યા હોવાનું જાણવા મળતા આ હોટેલના માલીક મૌલિક કાકડિયા એ આ તમામ સૈનિકોનો કોન્ટેક્ટ કર્યો અને તેમને જમવા માટે નિમંત્રણ પાઠવ્યું અને 150 જેટલાને ભોજન કરાવ્યું, જોકે તેમને બિલ ચુકવવાની જીદ કરતા હાટેલ સંચાલકે તેમનું માન રાખવા બીલ તો લઇ લીધું પરંતુ તેમાં 5000 વધુ ઉમેરી 17000 જેટલી રકમ શહીદ વીરોના માટે ઇન્ડિયન આર્મી રાહત ફંડમાં જમા કરાવશે તેમ જણાવ્યું હતું.
આ બાબતે મયુર કાકડિયાએ જણાવ્યું હતું કે આર્મી ફૌજી કે દેશની સુરક્ષા માટે કામ કરતા જવાનો માટે હોટેલના પ્રારંભથી અમે ફ્રી જમવાનું રાખ્યું છે અત્યાર સુધી 90 થી 100 જેટલા આર્મી, એરફોર્સ અને નેવીના જવાનો નિવૃત ઓફિસર્સ આવી ચુક્યા છે જેમને અમારા મુખ્ય આતિથિ બનાવવાનો લ્હાવો મળ્યો જેતજી અમને ખુબ આનંદ થયો જોકે આજે 150 જેટલા જવાનો પોતાના પરિવારો સાથે આવતા હોવાની બાબતે અમે સામેથી કોન્ટેક્ટ કર્યો અને તેમના માટે અલાયદી વ્યવસ્થા કરી ભોજન જમાડ્યું એક ઉમદા કામ કર્યું છે ત્યારે સૌ કોઈએ આ મેનેજમેન્ટની કામગીરીને બિરદાવી હતી.
ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





