રાજપીપળામાં કન્યા છાત્રાલયના ખાતહૂર્તના કાર્યક્રમમાં સાંસદ મનસુખ વસાવાએ કોનો ઉધડો લીધો…વાંચો અહેવાલ

0
96

આદિવાસી કન્યાઓનું છાત્રાલય બને છે, જો ગુણવત્તા વાળું કામ ના થયું તો ખેર નથી। ….મનસુખ વસાવા 

રાજપીપળા ખાતે 7.44 કરોડના ખર્ચે સરકારી કન્યા છાત્રાલયના મકાનનું ખાતમુહુર્ત કાર્યક્રમ યોજાયો

રાજપીપળા : રાજપીપલા ટેકરાફળિયા વિસ્તારમાં જૂની લેપ્રસી હોસ્પિટલની બાજુમાં 3 માળની 7.44 કરોડના ખર્ચે સરકારી કન્યા છત્રલાય બનવા જઈ રહી છે ત્યારે આ મકાનનું ખાતમુહૂર્ત સાંસદ મનસુખ વસાવાના હસ્તે રાખવામાં આવ્યું હતું. જેમની સાથે પૂર્વ મંત્રી શબ્દશરણ તડવી, નગરપાલિકા પ્રમુખ જિગીષાબેન ભટ્ટ, જિલ્લા કલેક્ટર આઇ.કે. પટેલ, પ્રાયોજના વહિવટદાર આર.વી.બારીયા, ઘનશ્યામ પટેલ, ભારતીબેન તડવી વગેરે હાજર રહ્યા હતા. સવારે 10.30 કલાકે મનશુખ વસાવાએ ભૂમિપૂજન કરી ખાતમુહુર્તના સમારંભને દિપ પ્રાગટ્ય કરી ખુલ્લો મૂક્યો હતો.

રાજપીપળામાં 1981 થી ભાડાના મકાનમાં કન્યા છાત્રાલય હતું તે હવે ૩ માળના અદ્યતન સુવિધા સાથેનું સરકારી મકાન તૈયાર થશે. આ છાત્રાલય માટે જગ્યા ન મળતા સાંસદે પૂર્વ વન મંત્રી શબ્દશણ તડવી, આશ્રમશાળા અને તકેદારી અધિકારી એસ.એમ ગરાસિયાની મહેતનને કારણે આ મન્જુરી મળી હોવાની વાત જાહેરમાં કરી તેમને અભિનંદન આપ્યા હતા. જયારે આટલા મોટા કાર્યક્રમમાં મુખ્ય એજન્સીના કોન્ટ્રાક્ટર અને આર.એન્ડ બી ના આધિકારીઓની ગેરહાજરી જોઈ સાંસદ વિફર્યા હતા. અને સ્ટેજ પરથી બૂમ પાડીને પૂછ્યું કે આર.એન્ડ.બીના અધિકરીઓ ક્યાં છે…? મુખ્ય એજન્સી વાળા ક્યાં છે એમ કહી કોઈ હાજર ન હોય જે પેટા કોન્ટ્રાક્ટર અને નાયબ આધિકારી ઉભા થયા જેમનો જાહેરમાં ઉધડો લઇ પાડ્યો અને કહ્યું કે અમે બધા હાજર છે અને તેમને વળી શું કામ આવ્યું અમે અહીંયા ઘાસ કાપવા આવ્યા છે…? એમ કહી લેભાગુ લોકોને કામ સોંપ્યું છે તો ખેર નથી અને જો ગુણવત્તા વાળું કામ ના થયું તો લાતમારી તગેડી મુકીશ કહેતાજ સૌ સ્તબ્ધ થઇ ગયા હતા. 

સાચા બોલા અને જાહેરમાં કહેવાની ટેવ થી જાણીતા મનસુખ વસાવા પારદર્શક વહીવટને માને છે 1981 થી તેઓ સરકાર સાથે આ કન્યા છાત્રાલય લાવવા માટે અનેક પ્રયત્નો કરતા રહ્યા આધિકારીઓ પણ દોડતા અને રોડા નાંખવા વાળા નેતાઓ રોડા નાખતા જેમને પણ જાહેરમાં ટકોર કરતા કહી દીધું કે કેટલકને તો આ નહિ ગમે એમ કહી સાંસદ રોષ વ્યક્ત કરી આ મકાનનું બાંધકામ એકદમ ઉત્તમ અને ગુણવત્તા વાળું બનાવવા ની ટકોર કરી હતી.

ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY