હૈદરાબાદ: હૈદરાબાદમાં સમગ્ર ગુજરાતની અછત પરિસ્થિતિને પહોંચી વળવા માટે દેશ-વિદેશમાં વસ્તા લોકો પોતપોતાના વિસ્તારોમાં ખ્યાતનામ કલાકારોની ઉપસ્થિતિમાં સંતવાણીના કાર્યક્રમો થતા જ હોય છે ત્યારે આવા કાર્યક્રમોમાં થતી ઘોરની રકમ પોતાના વતનમાં ગૌ-સેવા તથા ઘાસચારા માટે ઉપયોગ કરતા હોય છે.આવી પરિસ્થિતિને નજર સમક્ષ રાખી કડવા પાટીદાર પટેલ સમાજે હૈદરાબાદ ખાતે ભવ્ય લોકડાયરાનું આયોજન કર્યું હતું.
જેમના સંગીતના રસીકો લાખોમાં નહીં પરંતુ કરોડોમાં છે.એવા ગુજરાતનું ઘરેણું ગીતાબેન રબારી,નિલેશભાઈ ગઢવી,અશોક બારોટ તથા હાસ્ય કલાકાર હકકાભા ગઢવીએ પોત પોતાની ક્ષૈલીમાં સંતવાણી તેમજ હાસ્યની રમઝટ બોલાવી હતી.
દરેક લોકો દુનિયાના કોઈ પણ છેડામાં હોય પરંતુ પોતાના વતનનો સાદ પડે એટલે તમામ વેરવરામણા ભુલી એક જુથથી કાર્યમાં લાગી જાય છે.તેની આબેહૂબ મિસાલ આ હૈદરાબાદનો લોક ડાયરમાં જોવા મળ્યો હતો.
કચ્છ કડવા પાટીદાર સમાજ હૈદરાબાદ દ્રારા ગૌ-સેવાના લાભાર્થે યોજવામાં આવ્યો હતો. લોક ડાયરમાં હજારોની સંખ્યામાં ગુજરાતીઓ સાંજથી કાર્યક્રમના સ્થળે લોકોની ભીડ ઉમટી હતી.દેશભકિતના મ્યુઝિક સાથે જવાનો સાથે આ કલાકારોએ એન્ટ્રી કરી હતી.
અબોલા જીવો માટે જીવદયાના કાર્યમાં ઉપસ્થિત લોકોએ કલાકારોના ગીતો તેમજ ભજનો પર લાખો રુપિયાની ઘોર થઈ હતી.
કલાકારો જેવા કે કિર્તીદાન ગઢવી,નિલેશ ગઢવી,જીગ્નેશ કવિરાજ,દેવરાજ ગઢવી તેજ રીતે ગીતાબેન રબારી,કિંજલ દવે,અલ્પાબેન પટેલ,રાજલ બારોટ વગેરે આ બધા એવા કલાકારો છે કે જે પોતાની ગાયકીથી સંગીતમય વાતાવરણનું સર્જન કરીને રમઝટ બોલાવે છે તેની સાથે જોઈને જ ઘોર કરવા તૈયાર થઈ જતા હોય છે.આ કાર્યક્રમમાં ગૌ-સેવા માટે ૩૦ લાખથી વધુ ઘોર થઈ હતી.
સમાજના અબોલા જીવોની વ્હારે આવી કલાકારો પોત પોતાની સ્વેચ્છાએ પોતાનું યોગદાન આપતા હોય છે અને લોક કલ્યાણના અર્થે સહયોગ પણ આપતા હોય છે.એટલે જ કદાચ કુદરતે આવા કલાકારોને મધુરકંઠની બક્ષિસ આપી છે.
આ કાર્યક્રમને સફળ બનાવવા ત્રણે પાંખોના ભાઈઓ તથા બહેનોએ જહેમત ઉઠાવી હતી.
ગૌતમ બુચિયા
રિપોર્ટર કચ્છ
૯૭૧૪૦૬૫૪૦૫
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





