ભુજ એલ.સી.બી.એ ભખરીયાની સીમમાંથી દેશીદારૂ બનાવાની મીની ફેકટરી ઝડપી પાડી

0
239

ભુજ કચ્છ: ભુજ શહેર તેમજ આજુબાજુના વિસ્તારમાં દેશીદારૂ બનાવાની તથા વેંચાણ કરવાની પ્રવૃતિ અટકાવવા માટે આજ રોજ એસ.કે.વાળા ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક પશ્ચિમ કચ્છ, ભુજનાઓની સુચનાથી અને એમ.બી.ઓૈસુરા ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટર એલ.સી.બી.,પશ્ચિમ કચ્છ-ભુજનાઓના તથા એચ.એસ.તિવારી પો.સબ ઇન્સ્પેક્ટર એલ.સી.બી.,પશ્ચિમ કચ્છ-ભુજનાઓના માર્ગદર્શન હેઠળ ભુજ તાલુકા વિસ્તારમાં દેશીદારૂની બદી અટકાવવા તથા નેસ્ત નાબુદ કરવા સઘન પેટ્રોલીંગ ફરી સફળ કેસો શોધી કાઢી અસરકારક કામગીરી કરવા એલ.સી.બી. પશ્વિમ કચ્છ ભુજ પોલીસની એક ટીમ ભુજ તાલુકાના માનકુવા પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી, તે દરમ્યાન મળેલ બાતમી હકીકત આધારે ભખરીયા ગામની દક્ષીણ સીમમાં છેલા વાળા ગારો વિસ્‍તારમાં આવેલ બે તલાવડીઓમાં (૧)ઈમ્‍તીયાઝ ઉમર અબડા(ર) ઈસ્‍માઈલ અભા નાગીયા (૩) અનવર ઉર્ફે અનુડો જાકબ સુમરા ત્રણેય રહે.ભખરીયા તા.ભુજ વાળાઓના કબ્જાની દેશીદારૂ બનાવાની ભઠ્ઠી ઉપર રેઇડ કરતા દેશીદારૂ બનાવાની ભઠ્ઠીએ થી નીચે મુજબનો મુદામાલ મળી આવેલ છે.જેમા

(૧) ૫૦ પ્લાસ્ટીકના કેરબા માંથી તૈયાર દેશીદારૂ લીટર ૧૦૦૦, કિ.રૂા.૨૦,૦૦૦/- (ર) દેશીદારૂ બનાવાનો આથો લીટર ૩૪૦૦, કિ.રૂા.૬,૮૦૦/- (૩) ૨૦૦ લીટરની ક્ષમતાના પતરાના બેરલો નંગ- ૨૭ કિ.રૂા.૧૩૫૦/- (૪) એલ્યુમીનીયમના ઘમેલા નંગ-૧૦ કિ.રૂા.૧૦૦૦/- (પ) કરણફુલ નંગ-૧૦ કિ.રૂા.૦૦/- એમ કુલ્લે કિ.રૂા.૨૯,૧૫૦/- ના મુદામાલ મળી આવતા માનકુવા પોલીસ સ્ટેશનમાં ઉપરોકત ત્રણેય આરોપીઓ વિરૂધ્ધ ગુનો રજીસ્ટર કરાવવામાં આવેલ છે. આમ એલ.સી.બી.ની ટીમે દેશીદારૂનો ગણનાપાત્ર કેશ શોધવામાં સફળતા મેળવેલ છે.

ગૌતમ બુચિયા
9714065405

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY