25 લાખ ની લૂંટ ના સમાન માંથી લગભગ 7.50 લાખનો મુદ્દામાલ વેચવા જતા બે વ્યક્તિઓ મળી આવતા બાયડ પોલીસે ઝડપી લીધા બાદ રાજપીપળા પોલીસ ને સોંપ્યા
લૂંટ ની ઘટના બાદ તાત્કાલિ રાજપીપળા પોલીસ કાફલો ઘટના સ્થળે પોહચી સમગ્ર રાજ્ય માં મેેજ કરતા લૂંટના મુદ્દામાલ પૈકી માણેકચંદ પાન મસાલા ના બોક્સ વેચવા જતા બેને બાયડ પોલીસે પકડાયા હતા

રાજપીપળા : નાંદોદ તાલુકા ના રૂંઢ ગામ પાસે આવેલી હિમાચલ પંજાબ હોટેલ પાસે ગત શનિવારે મોડી રાત્રે થયેલી 25 લાખ ની લૂંટ ના બનાવ માં રાજપીપળા પોલીસે બે વ્યક્તિઓ ને 7.50 લાખ ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા છે લૂંટ ની ઘટના બાદ રાજપીપળા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પોહચી લૂંટ બાબતે ના આખા રાજ્ય માં મેસેજ કરતા અરવલ્લી જિલ્લા ના બાયડ પોલીસ ની હદ માં પણ થયેલી આવીજ એક લૂંટની તપાસ કરી રહેલી બાયડ પોલીસ ને લઘભગ 7.50 લાખ રૂપિયા ના માણેકચંદ પાન મસાલા ના 78 નંગ બોક્સ વેચવા જતા બે વ્યક્તિઓ જણાતા શંકા જતા એમની અટક કરી વધુ તપાસ કરતા એમને રસેલા લૂંટ નો માલ હોવાનું જણાવ્યું જેથી રાજપીપળા પોલીસ ને જાણ કરતા આ બે આરોપી પૈકી નિશાર મહંમદ બદામ અને સિદ્દીક હુસેન ઓકલા (બંને રહે,ગોધરા ) ને લૂંટ ની તપાસ કરનાર પી એસ આઈ એસ કે રાઠવા બાયડ ખાતે થી લઈ આવ્યા હતા ત્યારે હવે વધુ તપાસ માટે બંને ના રિમાન્ડ મેળવી બાકીનો મુદ્દામાલ અને લૂંટ માં કોણ કોણ સામેલ હતું એ બાબતે આગળની તપાસ થશે આગળની તપાસ ટાઉન પી આઈ આર એન રાઠવા કરશે એમ જાણવા મળ્યું છે.
ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861
div dir=”auto”>
"વંદે માતરમ ,ભારત માતાકી જય"






