રાજયમંત્રી વાસણભાઈ આહિરે મેઘપરની કામધેનુ ગૌસેવા ટ્રસ્ટ દ્વારા બીમાર-ઇજાગ્રસ્ત ગાયો-અબોલ જીવોની થતી સેવાકીય પ્રવૃતિ નિહાળી
રાજયમંત્રી સ્નેહમિલનના લોકડાયરાની ગૌસેવા આવકમાંથી કામધેનુ ગૌશાળા-અંજાર પાંજરાપોળ બંનેને રૂ. ૨.૫૧ લાખની કરાઇ ફાળવણી

ભુજ : અબોલ જીવોની સેવા એ જ ભક્તિ છે. સંવેદના ગ્રુપના યુવાન કાર્યકરો દરરોજ સવારે વહેલા ઊઠી ગૌસેવાની સાથો-સાથ અબોલ જીવોની સેવાકીય પ્રવૃતિમાં દ્વારા ભારતીય સંસ્કૃતિના દર્શન થાય છે, આ વાક્યો શ્રી ત્રિકમદાસજી મહારાજ મુખેથી રાજયમંત્રી વાસણભાઈ આહિરે મેઘપરની કામધેનુ ગૌસેવા ટ્રસ્ટ દ્વારા બીમાર-ઇજાગ્રસ્ત ગાયો, અબોલ જીવોની થતી સેવાકીય પ્રવૃતિ નિહાળવા સમયે સાંભળવા મળ્યા હતા.
મેઘપર શનિદેવ મંદિર પાસેની કામધેનુ ગૌ સેવા અને સારવાર કેન્દ્રની પ્રવૃતિ નિહાળવા ગઇકાલે અંજારના ધારાસભ્ય એવા રાજયમંત્રી વાસણભાઈ આહિરે ત્રિકમદાસજી મહારાજની સાથે, ટ્રસ્ટીઓ મનુભાઈ અસરાની દિપક પટેલ, ઉપપ્રમુખ પ્રદીપ મહેતા, સંવેદના ગ્રુપના કાર્યકરો ડી.સી.ઠકકર, પિયુષ પુજારા, અશોક સોની, સુરેશ છાયા વગેરે જોડાયાં હતા અને વિવિધ વિભાગોને મૂલાકાત સાથે અબોલ જીવોની સેવાકીય પ્રવૃતિ-વિકાસની જાણકારી મેળવી હતી.
દુષ્કાળ પરિસ્થિતિને ધ્યાનમાં રાખી રતનાલ મુકામે લાભપાંચમે રાજયમંત્રી દ્વારા આયોજિત સ્નેહમિલનમાં ગૌસેવાના લોકડાયરાનાં ફાળામાંથી કામધેનુ ગૌ સેવા ટ્રસ્ટ અને અંજારની પાંજરાપોળ પ્રત્યેકને રૂ. ૨.૫૧ લાખ લેખેની રકમ ફાળવાઇ છે, તેવું રાજયમંત્રી વાસણભાઈ આહિર દ્વારા જાણવા મળ્યું હતું. આ અંગેની વધુ વિગતો આપતાં શૈલેષભાઈ પટેલે સતાપર ગામે પણ ગૌસેવાર્થે કંપની દ્વારા ૧૬ લાખનો ચેક આપવામાં આવ્યો હોવાનું અને અંજાર પાંજરાપોળને રૂ. ૨.૫૧ લાખની રકમ ફાળવણી સમયે પાંજરાપોળના ટ્રસ્ટીઓ ગોવિંદ કોઠારી, બલરામ જેઠવા, વનેચંદ ગઢેચા, વેલજીભાઈ પુંજ, મનુભાઇ શાહ, ગોપાલ આહિર ઉપરાંત અગ્રણીઓ પૂર્વ ધારાસભ્ય ગોપાલભાઈ ધુવા, ડેનીભાઈ શાહ, મહેશ દોશી, કૃપાલસિંહ ઝાલા, લવજીભાઈ સોરઠીયા વગેરે જોડાયાં હતા.
બીમાર, ઇજા-અકસ્માત ગ્રસ્ત ગાયોની સાથે ગાયલ-બીમાર-અકસ્માતગ્રસ્ત પંખીઓ અહીં લાવવામાં આવે છે, આ અંગેની વિગતો આપતાં સંવેદનાગ્રુપના અશોક સોનીએ જણાવ્યું હતું કે, દરરોજ એક ગાડી જેટલો કટીંગ કરેલા લીલા-સૂકો ચારો તેમજ બીમાર ગાયોને ગોવારની લાપસી બંને ટાઇમ અપાય છે. અહીં દાતાઓના ઓપરેશન થીયેટર, એ.સી.યાર્ડની સુવિધા, ગાયોના શરીરમાં મેટલ-લોખંડની ભાળ આપતા સાધનો સાથે અત્યારે અબોલ જીવો માટે આઇસીયુ નિર્માણાધીન છે. પશુ-પંખીની સારવાર માટે મહેશ જોષી તેમજ રવિ જોષી સેવા આપે છે.
દરમિયાન ગઇકાલે કુકમા ગામે ગૌસેવા અર્થે આશાપુરા કંપની દ્વારા એક ગાડી ઘાસચારો અપાતાં રાજયમંત્રીએ નિરણનો પ્રારંભ કરાવ્યો હતો તે વેળા કંકુબેન વણકર, વાલજી વાસાણી, ગૌસેવા પ્રમુખ પ્રદીપ જોષી, અરવિંદ આહિર, વેપારી એસો.ના નરેશ ઠકકર આશાપુરા કંપનીના એચ.આર.વિરેનભાઈ ગોર ઉપસ્થિતમાં રહ્યા .
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




