ભુજ : હાલમાં ભુજના ૭૫ વોર્ડન સભ્યો સર્ચ એન્ડ રેસ્કયુની રાજયકક્ષાની તાલીમમાં રજીસ્ટ્રેશન કરાવીને તાલીમ મેળવી રહયા છે. તાલીમમાં તાલીમાર્થીઓને મોટીવેશન કરવાના હેતુસર નિયંત્રક નાગરિક સંરક્ષણ અને જિલ્લા મેજીસ્ટ્રેટ રેમ્યા મોહને મુલાકાત માટે આવ્યા હતા. ઈ.આર.સી. ગાંધીધામથી તાલીમ આપવાના હેતુથી આવેલ ટીમ દ્વારા રેસ્કયુનું તાલીમાર્થીઓએ નિર્દશન નિહાળ્યું હતું.


આ પ્રસંગે નિયંત્રક નાગરિક સંરક્ષણ દ્વારા તાલીમાર્થીઓને સંબોધતા તેમણે આપદા મિત્ર તરીકે પણ જોડાવવા અનુરોધ કર્યો હતો અને નાગરિક સંરક્ષકની તાલીમ મેળવીને આપતી સમયે પ્રશાસનને મદદ કરવાનો શુભ આશયથી કાર્ય કરી રહયા છો તેમ જણાવી આનંદની લાગણી વ્યકત કરી હતી. ૬ઠ્ઠી ડિસેમ્બર નાગરિક સંરક્ષણ દિવસની વોર્ડન સભ્યોને શુભકામના પાઠવવામાં આવી હતી. નિયંત્રક નાગરિક સંરક્ષણની મુલાકાતથી વોર્ડન સભ્યોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો.
૬ઠ્ઠી ડિસેમ્બર નાગરિક સંરક્ષણ સ્થાપના દિને નિબંધ સ્પર્ધાનું પણ આયોજન કરાયું હતું.
૧૫મી ઓગષ્ટે જાહેર થયેલ રાષ્ટ્રપતિ ચંદ્રકનું નવી દિલ્હી ખાતે ડીવીઝનલ વોર્ડન પ્રતાપભાઇ રૂપારેલને નાગરિક સંરક્ષણના સ્થાપના દિવસે જ સન્માનિત કરવામાં આવતાં વોર્ડન સભ્યોમાં અનેરો ઉત્સાહ જોવા મળેલ હતો તેવું પી.આઇ. તાલીમ અધિકારી, નાગરિક સંરક્ષણ કચેરી, ભુજની યાદીમાં જણાવાયું છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




