ભુજ કચ્છ: અખિલ કચ્છ મારું એકતા મંચ અને માતૃશ્રી સમુબેન જીવાભાઈ બારોટ જનજાગૃતિ ટ્રસ્ટ દ્વારા દયાપર ખાતે આયોજીત શૈક્ષણિક સેમિનાર માધ્યમથી વિદ્યાર્થીઓને કારકિર્દી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. જેમાં મુખ્ય હેતુ છેવાડાના તાલુકાના વિદ્યાર્થીઓને શિક્ષણ વિશેનું માહિતી તથા જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું,વિદ્યાર્થીઓને ધોરણ ૧૦ અને ધોરણ ૧૨ની પરીક્ષાની તૈયારી કેવી રીતે કરવી અને પરીક્ષામાં કેવી રીતે તૈયારી કરવાથી વધુમાં વધુ માર્કસ બોર્ડની પરીક્ષામાં મેળવી શકાય તે માટે અને વિદ્યાર્થીઓ કેવી રીતે જીવન તથા શિક્ષણમાં સફળતા મેળવે વગેરે જરૂરી બાબતો પર માર્ગદર્શન વક્તાઓ દ્વારા આપવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ઉપસ્થિત વક્તાઓ તથા વિદ્યાર્થીઓનું ભાવ ભર્યું શાબ્દિક સ્વાગત રામજીભાઈ ગોરડીયાએ કર્યું હતું. ત્યારબાદ વક્તાઓ દ્વારા શિક્ષણને લગતું જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ઘનશ્યામ જે. બારોટ(પ્રોફેસર),પુરૂષોતમ ગોરાડીયા(પ્રમુખ અખિલ કચ્છ મારું એક્તા મંચ), ગોપાલભાઈ વણકર (શિક્ષક અર્થશાસ્ત્ર), રમેશભાઈ બલિયા(એડવોકેટ), રામજીભાઈ ગોરાડીયા(મહામંત્રી ધંગપટ યુવા સમાજ) વક્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.વગેરે બાબતો પર વક્તાઓ દ્વારા જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ કાર્યક્રમની આભારવિધિ હર્ષિત મહેશ્વરી કરી હતી.આ કાર્યક્રમમાં ધોરણ ૯ થી લઈને કોલેજ સુધીના વિદ્યાર્થીઓ જોડાયા હતા.
ગૌતમ બુચિયા
9714065405
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





