રાજપીપળા :
ફી નિયમન અંગે સરકાર સામે સુપ્રિમ કોર્ટમા ગયેલા શાળા સંચાલકો ને લપડાક પડી છે અને સુપ્રિમે પણ સરકાર ના કાયદા મા કોઇ હસ્તક્ષેપ કરવાનીના પાડવા છતા દુકાનો ખોલી બેઠેલા શાળા સંચાલકો ઝુકવા તૈયાર નથી. સરકાર ના નિયમ ની એસી તેસી કરી પોતની ફી વસુલવા શાળા સંચાલકો વાલીઓ પર દબાણ કરી રહ્યા છે ત્યારે રાજપીપળા ના વાલીઓ રોશે ભરાયા છે અને વાલી હિતરક્ષક સમીતિ બનાવી વધુ ફી લેનારી શાળાઓ સામે મોર્ચો માંડસે, જે અંગે ની એક બેઠક કરી અને આગામી બેઠક રવીવારે 11 ફેબ્રુઆરીએ સવારે 10 કલાકે સનસીટી મા મળશે. અને આગળની રણનીતી ઘડશે.
નર્મદા જીલ્લામા 40 માથી માત્ર બે શાળઓ છે કે જેમણે હાઇકોર્ટ અને સુપ્રિમ મા જઈ ફી વધારો માંગ્યો કદાચ રાજ્ય સરકારે બનાવેલી ફી નિયમન કમીટી (FRC) મા રજુઆત કરી છે કે કેમ આ અંગે વાલિઓએ રજુઆત કરતા FRC માા આવી કોઇ દરખાસ્ત રાજપીપળા ની શાળા ની નથી આવી એટલે સ્પષ્ટ થઈ ગયુ કે આ શાળા ફી નીરધારીત કમિટિમા ગયા નથી પછી સરકારે નક્કી કરેલી ફી કેમ આ શાળાઓ લેતી નથી જે માટે વાલિઓ રોશે ભરયા છે અને જિલ્લા શિક્ષણાધીકરી, અને પ્રથમિક શિક્ષણાધિકારી પણ આવી શાળાઓ સામે કેમ એક્શન નથી લેતા કેમ આવી શાળાઓ ને પોશે છે જેથી શિક્ષણ વિભાગ સામે પણ વાલીઓ મોર્ચો માંડવાની તૈયારી કરી રહ્યા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે નર્મદા આદીવાસી જીલ્લો છે છતા 40 ખાનગી શાળા ઓ છે જેમા મોટાભાગની શાળાઓ સેવાના માધ્યમ થી ચલાવે છે પણ બાકીની શાળઓ નુ જાણે વ્યાપરી કરણ થયુ હોય એમ કોઇ શિક્ષણ મા કોઇ ઠેકાણા નહિ, શિક્ષકો ક્વોલિ ફાઇટ નહી જે વચનો આપી વાલીઓ ને મુર્ખ બનાવી બાળકો ને પ્રવેશ આપ્યો જેમાથી કઈ ના આપ્યુ પણ ફી બમણી લેવાની સરુઆત કરી, સરકારી કાયદાને તોડી ટ્યુશન ફિમા ખપાવે, શાળમા થી યુનિફોર્મ, બેગ સહિત ચોપડા ફરજીયાત આપે છતા સરકારી તંત્ર કોઇ પગલા ભરતુ નથી માટે વાલીઓ મોટી જન સંખ્યામા આવે એવી પરિસ્થીતી ઉભી થઈ છે અને ઉગ્ર આંદોલન પણ થઈ સકે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




