રાષ્ટ્રીય વંચિત લોક મંચ દ્વારા નખત્રાણા ખાતે ડો.બી.આર. આંબેડકર પરીનિર્માણ દિવસની ઉજવણી

0
367

ભુજ કચ્છ: રાષ્ટ્રીય વંચિત લોક મંચ દ્વારા નખત્રાણા ખાતે ડો.બી.આર.આંબેડકર પરીનિર્વાણ દિવસ નિમિત્તે શ્રદ્ધાંજલિ કાર્યક્રમ માધ્યમથી સમાજમાં જાગૃતિ લાવવા માટે કાર્યક્રમ યોજાયો હતો.આ કાર્યક્રમ દ્વારા નખત્રાણા વથાણ ચોક ખાતે આવેલા ડો.બી.આર.આંબેડકર પ્રતિમાને ફૂલહાર કરીને અભિવાદન કરવામાં આવ્યું હતું. તમામ ઉપસ્થિત આગેવાનો જય ભીમ નમો બુદ્ધાયના નારા સાથે ડો.બી.આર.આંબેડકર પરીનિર્માણ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.આ કાર્યક્રમમાં શૈલેષભાઈ પરમારએ રાષ્ટ્રીય વંચિત લોક મંચ કચ્છ જિલ્લા સમિતિની રચના કરવામાં આવી હતી.આ કાર્યક્રમમાં સમિતિની રચનામાં ૧) કચ્છ જિલ્લા અધ્યક્ષ જયંત સીજુ ૨)જિલ્લા કાર્યવાહક અધ્યક્ષ શામજીભાઈ ગરવા ૩)જિલ્લા ઉપપ્રમુખ વેલજીભાઈ બુચિયા ૪)કચ્છ જીલ્લા મહામંત્રી નાનજીભાઈ મહેશ્વરી ૫) કચ્છ જિલ્લા સલાહકાર ખેતશીભાઇ તથા અન્ય ૧૧ કારોબારી સભ્યોની વરણી કરવામાં આવી છે.ખાસ કરીને સમાજના સંવિધાનિક અધિકાર રક્ષણ માટે સમાજની અંદર શિક્ષણ,મેડિકલ અને સતત સમાજના કાર્યક્રમો જોડાઇને સફળ બનાવવામાં આવશે તેવું જણાવ્યું કનૈયાલાલ જણાવ્યું હતું.

ગૌતમ બુચીયા
૯૭૧૪૦૬૫૪૦૫

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY