રાજકોટ,તા.૧૩
રાજકોટ જિલ્લામાં પરમ પૂજ્ય પ્રમુખ સ્વામીની ૯૮ મી જન્મજયંતિની ઉજવણી ચાલી રહી છે. ત્યારે ઉજવણીના ૧૧માં દિવસે દિક્ષા મહોત્સવ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. દિક્ષા મહોત્સવમાં ૩૫ નવયુવાનોએ દિક્ષા ગ્રહણ કરી હતી. જેમાં ૯ એનઆરઆઈ યુવકોએ દિક્ષા ગ્રહણ કરી હતી. દિક્ષા મહોત્સવ કાર્યક્રમમાં જાણીતા અભિનેતા ટીકુ તલસાણીયા પણ હાજર રહ્યા હતા.
પરમ પૂજ્ય પ્રમુખ સ્વામીની ૯૮મી જન્મ જયંતીની રાજકોટમાં ધામ ધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે. આ ઉજવણીના ભાગ રૂપે મોરબી હાઈવે પર ૫૦૦ એકર જગ્યા પર વિરાટ સ્વામીનારાયણ નગર ઉભું કરવામાં આવ્યું છે. ૧૧ દિવસની આ ઉજવણીનો નવમો દિવસ હતો અને દિક્ષા મહોત્સવ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.
આ દિક્ષા મહોત્સવ કાર્યક્રમમાં ૩૫ જેટલા નવયુવાનોએ દિક્ષા લીધી હતી. જેમાં ૯ જેટલા નવ યુવાનો વિદેશથી હતા. પૂજ્ય મહંત સ્વામી ના હસ્તે આ નવ યુવાનોએ દિક્ષા લીધી હતી. રાજકોટના આંગણે ૨૦ વર્ષ બાદ મહંત સ્વામીના હસ્તે આ દિક્ષા મહોત્સવ કાર્યક્રમ યોજાયો હતો.
૨૦ વર્ષ પેહલા રાજકોટમાં પૂજ્ય પ્રમુખ સ્વામીના હસ્તે ૪૩ નવયુવાનોએ દિક્ષા લીધી હતી. યોજાયેલ દિક્ષા મહોત્સવમાં દિક્ષા લેનાર યુવાનોના પરિવારજનો તેમજ મોટી સંખ્યામાં સાધુ સંતો અને ભાવિકો હાજર રહ્યા હતા. તેમજ બોલીવુડના જાણીતા અભિનેતા ટીકુ તલસાણીયા પણ આ ઐતિહાસિક કાર્યક્રમમાં હાજર રહ્યા હતા.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



