ભુજ કચ્છ: ભીડનાકા નજીક આવેલા શેખફળિયામાં તીન પત્તીનો જુગાર રમતા સાત શખ્સોને પોલીસે પકડી પાડ્યા હતા.
ભુજ બી ડીવીઝન પોલીસે બાતમી આધારે રાત્રિમાં પેટ્રોલિંગ દરમિયાન દરોડો પાડ્યો હતો. ખુલ્લા મેદાનમાં તીનપત્તીનો જુગાર રમતા ૭ શખ્સોને પકડી પાડયા હતા.જેમાં ૧)ઓસમાણસા શેખડાડા (ઉ.વ. ૩ર), ૨)સુલેમાન હુશેનસા શેખડાડા (ઉ.વ. ૩૦), ૩)અલીશા દાતુશા શેખડાડા (ઉ.વ. ૩૮), ૪)અકબરસા આમદશા શેખડાડા (ઉ.વ. ર૧), ૫)ઈબ્રાહિમ ઓસમાણસા શેખડાડા (ઉ.વ. ર૭), ૬)ઓસમાણસા જુસબના શેખડાડા (ઉ.વ. પર), ૭)ઈબ્રાહીમસા ભાકરસી શેખડાડા (ઉ.વ. ૩ર)નો સમાવેશ થાય છે.રોકડા રૂ.૧૦૪૦૦, રૂ.૯૫૦૦ની કિંમતના મોબાઈલ પાંચ નંગ ફોન મળી રૂ.૧૯૯૦૦ની કિંમતનો મુદામાલ જપ્ત કર્યો હતો.પીઆઈ વી.કે.ખાંટ ,બી.બી. સિંહ,હિંમતસિંહ ચૌહાણ, જયદિપસિંહ ઝાલા,પો.હે.કો.નરેન્દ્રભાઈ ધરડા, અનિરૂદ્ધસિંહ ચંદ્રસિંહ જાડેજા, ધર્મેન્દ્રસિંહ કિશોરસિંહ ઝાલા, પરમવીરસિંહ ઝાલા,ફ્લજીભાઈ મુંજી અને ભગીરથસિંહ અભયસિંહ જાડેજાએ દરોડો પાડયો હતો.
ગૌતમ બુચિયા
9714065405
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




