હળવદની મહર્ષિ ગુરૂકુલમાં ‘તુલસી પૂજન દિવસ’ની ઉજવણી કરાઈ

0
312

આજે રપ ડિસેમ્બરના દિવસે ભારતીય સંસ્કૃતિ પ્રમાણે ‘તુલસી પૂજન દિવસ’ની ઉજવણી કરવામાં આવતી હોય છે ત્યારે હળવદની મહર્ષિ ગુરૂકુલ ખાતે તુલસી દિવસની વિશેષ ઉજવણી કરવામાં આવી હતી. જેમાં તુલસીના રોપાનું પુજન – અર્ચન કર્યા બાદ આરતી ઉતારાઈ હતી. આ પ્રસંગે શાળાના વિદ્યાર્થીઓને શિક્ષકગણ દ્વારા તુલસીનું વિશેષ મહત્વ સમજાવાયું હતું.
આર્યુવેદીક ઔષધીયમાં તુલસીનું આગવું સ્થાન રહ્યું છે ત્યારે રપમી ડિસેમ્બર ‘તુલસી પુજન દિવસ’ તરીકે ઉજવવામાં આવે છે. જેના ભાગરૂપે હળવદની મહર્ષિ ગુરૂકુળમાં તુલસી પુજન દિવસની અનોખી ઉજવણી કરાઈ હતી.તો સાથો સાથ ઉજવણીના ભાગરૂપે શાળામાં તુલસીના છોડની પુજાનું મહત્વ સમજાવીને તુલસી પત્ર પ્રસાદમાં આપવામાં આવ્યું હતું ત્યારબાદ પ્રથમ શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓને તુલસીના જતન માટે પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી હતી અને વિદ્યાર્થીઓને તુલસીના ગુણો અને ફાયદા વિશે માહિતગાર કરાયા હતા અને દરરોજ ૩-૪ તુલસીના પત્ર ચાવવા અને તુલસીના પવિત્ર છોડને ઉગાડીને જતન કરવાનો સંકલ્પ લેવડાવામાં આવ્યો હતો. નાતાલના દિવસે ભારત ભરમાં જયારે તુલસી પુજન દિવસ તરીકે ઉજવાય છે ત્યારે ર૪ કલાકે ઓકસીજન આપતી અનેક ગુણોથી સંપન્ન તુલસીની પુજાનું શું મહત્વ છે તે વિદ્યાર્થીઓને સમજાવવામાં આવ્યું હતું. જેમાં સામાજિક પ્રવૃતિ સાથે આપણી સંસ્કૃતિ અને પરંપરાગત વારસાના જતન માટે તુલસીપુજન હંમેશા કાર્ય કરે છે ત્યારે આજે શાળાના એમ.ડી. રજનીભાઈ સંઘાણીના માર્ગદર્શન હેઠળ તુલસી પૂજનના દિવસે મહર્ષિ ગુરૂકુલ ખાતે વિશેષ આયોજનો હાથ ધરવામાં આવ્યા હતા.

મયુર રાવલ હળવદ
મો.9909458555

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY