ગુજરાત પોલીસની નાસતા ફરતા આરોપીને પકડવાની ખાસ ઝુંબેશ ૩૧-૧૨-૧૮ સુધી ચલાવવામાં આવી રહી છે ત્યારે માનકુવા પો. સ્ટે. નોંધાયેલ ગુના છેલ્લા પાંચ વર્ષથી નાસતા-ફરતા આરોપીને પકડી પાડયો.
ભુજ કચ્છ: રાજયમાં નાસતા ફરતા આરોપીઓની સંખ્યામાં સતત વધારો થતો હોવાથી નાસતા ફરતા આરોપીઓની સધન તપાસ કરી આરોપીઓને પકડવા સારૂ તા.૩૧/૧૨/૨૦૧૮ સુધી ખાસ ઝુંબેશ રાખવા સરકારએ તેમજ ગુજરાત રાજયના પોલીસ મહાર્નિદેશકએ પરિપત્ર બહાર પાડી હુકમ કરતા જે હુકમ આધારે ડી.બી.વાધેલા સાહેબ પોલીસ મહાનિરીક્ષક બોર્ડર રેન્જ ભુજનાઓએ નાસતા ફરતા આરોપીઓ પકડી પાડવા આપેલ સુચના આધારે પોલીસ અધિક્ષક એમ.એસ.ભરાડા સાહેબનાઓએ પશ્ચિમ કચ્છ જીલ્લા પોલીસની કુલ્લ આઠ ટીમો બનાવી ગુજરાત રાજયમાં તથા રાજય બહાર રાજસ્થાન, એમ.પી., યુ.પી., ઉત્તરાખંડ, બિહાર, પશ્ચિમ બંગાળ, ઝારખંડ, દિલ્હી, હરીયાણા, પંજાબ, મુંબઇ-મહારાષ્ટ્ર ખાતે પશ્ચિમ કચ્છ જીલ્લામાં ગુના આચરી નાસતા ફરતા આરોપીઓને પકડવા સારૂ તા.૦૯/૧૨/૨૦૧૮ના રોજ પો.સબ.ઇન્સ. કક્ષાના અધિકારીની રાહબારી હેઠળ પોલીસની ટીમો બનાવી મોકલી આપેલ છે.
જેમાં પોલીસ અધિક્ષકશ્રીની સુચના અને માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. ની ટીમના ઇન્ચાર્જ પોલીસ ઇન્સપેકટર એમ.બી.ઔસુરાની રાહબારી હેઠળ માનકુવા પો.સ્ટે. પ્રોહિ. ગુ. ર.નં.૫૨૪૪/૧૩, આઇ.પી.સી. કલમ-પ્રોહિ. કલમ-૬૬બી,૬૫એઇ,૮૧,૯૯ મુજબના ગુના કામેનો આરોપી મગસિંહ વિજયસિંહ રાઠોડ, રહે.તલવાણા, માંડવી, મુળ રહે.ગામ વેરડી, તા.શેડવા, જી.બાડમેર, (રાજસ્થાન) વાળો જે છેલ્લા ૫ વર્ષથી નાસતો ફરતો હોય જેને આજરોજ તા.૨૬/૧૨/૨૦૧૮ના રોજ સહયોગનગર ભુજ ખાતેથી ઝડપી પાડેલ છે. આ પકડાયેલ આરોપીને આગળની કાયદેસરની કાર્યવાહી માટે માનકુવા પો.સ્ટે. સોંપવામાં આવેલ છે, અને વધુમાં વધુ નાસતા ફરતા આરોપીઓ પકડવાની ઝુંબેશ ચાલુમાં છે.
ગૌતમ બુચિયા
9714065405
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





