ન્યુ દિલ્હી,તા.૨૭
ભારતના મંગળ યાન મિશન ‘માર્સ ઓર્બિટર મિશન’ (મોમ)ને લાલ ગ્રહની કક્ષામાં પોતાનાં ચાર વર્ષ પૂરાં કરી લીધાં છે. તે કોઇ પણ ગ્રહ પર મોકલાયેલું ભારતનું પહેલું મિશન છે. ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન (ઇસરો)એ પ નવેમ્બર, ર૦૧૩ના રોજ મંગળ યાન લોન્ચ કર્યું હતું.
ર૪ સપ્ટેમ્બર, ર૦૧પના રોજ પહેલા જ પ્રયાસમાં તેણે ગ્રહના કક્ષમાં ખુદને સ્થાપિત કરી લીધું છે. ભારત આ મિશનથી અમેરિકા, રશિયા અને યુરોપ બાદ મંગળ પર પહોંચનાર ચોથો દેશ બની ગયો હતો. આ મિશનનો સમયગાળો છ મહિનાનો નક્કી કરાયો છે, પરંતુ છેલ્લાં ચાર વર્ષથી આ યાન મંગળ પરથી ડેટા મોકલી રહ્યું છે.
મિશને પોતાના ટિવટર હેન્ડલથી ટિવટ કરતાં કહ્યુઅહીં રહેતાં મને ચાર વર્ષ થઇ ગયાં છે. તમારા બધાંના પ્રેમ અને સાથ માટે ધન્યવાદ.
આ ટિવટ સાથે સૌરમંડળના સૌથી મોટા જવાળામુખી ‘ઓલીયંસ મોન્સ’ની તસવીર શેર કરાઇ છે. ઉલ્લેખનીય છે કે મંગળ યાન એકમાત્ર કૃત્રિમ સેટેલાઇટ છે, જે એક જ વારમાં મંગળ ગ્રહની સંપૂર્ણ ડિસ્કની તસવીર લઇ શકે છે.
પૃથ્વી અને મંગળની જેમ શનિના ચંદ્રમાં ટાઇટન પર ધૂળ ભરેલી આંધી આવે છે. નાસાના કેસીની અંતરિક્ષ યાન દ્વારા મેળવાયેલા ડેટાની મદદથી ટાઇટનના ભૂમધ્ય ક્ષેત્રમાં આવનાર આંધીની જાણ થાય છે. કેસીનીના વિઝયુઅલ અને ઇન્ટ્રારેડ મેપિંંગ પેટ્રોમીટરે ર૦૦૪થી ર૦૧૭ની વચ્ચે શનિ અને તેના ઉપગ્રહના અન્વેષણ દરમિયાન આ ડેટા એકઠો કર્યો હતો.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"




