ભોજપુરી અભિનેત્રીએ લગ્નની ના પાડતા આરોપીએ ખેલી ‘ગોળીઓની રાસલીલા’

0
32

સોનભદ્ર,તા.૨૫
ઉત્તરપ્રદેશના સોનભદ્રમાં ભોજપુરી ફિલ્મની શૂટિંગ માટે આવેલી ટીમ પર હુમલો થયો. શૂટિંગ માટે આવેલ ટીમ જે હોટલમાં રોકાઈ હતી ત્યાં અભિનેત્રી રીતૂ સિંહના રૂમમાં ગોળી ચાલવાની અવાજ આવી. ઘટનાની જાણ તથા પોલીસે તપાસ કરી અને અરોપીને પકડવા માટે કર્યવાહી શરૂ કરી. આ અભિયાન દરમિયાન આરોપીની પિસ્તોલ સાથે ધરપકડ કરવામાં આવી.
મીડિયા રિપોર્ટ મુજબ આરોપી જોનપુરનો રહેવાસી છે અને તે એક્ટ્રેસ રીતૂ સિંહ પર લગ્ન માટે દબાણ કરતો હતો. વાતચીત દરમિયાન જ્યારે અભિનેત્રીની સુરક્ષા કરવા માટે જ્યારે ક્રૂનો એક સદસ્ય ત્યાં પહોંચ્યો તો આરોપીએ તેને કમરમાં ગોળી મારી. ઘટનાની સૂચના થતા જ્યારે પોલીસ ત્યાં પહોંચી તો આરોપીએ પોલીસ પર પણ ગોળીબાર કર્યો.
આ સંપૂર્ણ અભિયાનનું નેતૃત્વ એસપી એસ.જે.પાટિલ કરી રહ્યા હતા જેમને પોતાનો જીવ જોખમમાં મૂકી રૂમમાં ઘૂસીને આરોપીને પકડ્યો. પ્રાપ્ત માહિતી મુજબ ઈજાગ્રસ્ત ક્રૂ મેમ્બરને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. સોનભદ્રમાં ફિલ્મની શૂટિંગ માટે મુંબઈથી ૬૪ સદસ્યોની ટીમ આવી હતી.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY