કરવાડ,તા.૧૬
કર્ણાટકનાં કરવાડનાં રહેવાસી આનંદ કોલકર પોતાની મૃત પત્નીનાં મૃતદેહ પાસે એક અઠવાડિયા સુધી બેસી રહ્યાં હતાં. આનંદ કોલકર લકવાગ્રસ્ત હોવાનાં કારણે તેઓ કોઈને જાણ પણ ન કરી શક્યા કે તેમની પત્ની મૃત્યુ પામી છે. અઠવાડિયા સુધી પોતાની બહેનનો એક પણ ફોન નહીં આવવાથી ચિંતિત થઈ ને જ્યારે તેનો ભાઈ તેને મળવા માટે તેનાં ઘરે આવ્યો ત્યારે તેમનાં ઘરનો દરવાજા અંદરથી નહીં ખુલતા તેઓ મકાનની છત પર પહોંચ્યા અને ત્યાંથી અંદર જાતાં તેઓ ડઘાઈ જ ગયાં. ઘરમાં આનંદ અને તેમની પત્ની ગિરિજા ખુરશી પર નિસ્તેજ બેઠા હતાં.
કરવાડની કેએચબી કાલોનીનાં રહેવાસી આનંદ (૬૦) અને પત્ની ગિરિજા (૫૫)ને એક પણ સંતાન નથી. તેઓ ઘરમાં એકલા જ રહે છે. પત્ની ગિરિજા આસપાસનાં ઘરોમાં કામ કરીને ઘર ચલાવે છે. જ્યારે એક અઠવાડિયા સુધી ગિરિજાએ પોતાનાં ભાઈને ફોન ન કર્યો અને એક પણ ફોન ન ઉપાડ્યો ત્યારે તેના ભાઈને શંકા જતા તે તેનાં ઘરે આવ્યો. લગભગ એક અઠવાડિયા પહેલા કાર્ડિયાક એરેસ્ટનાં કારણે ગિરિજાનું મોત થયું હોવાનું માનવામાં આવી રહ્યુ છે. ગિરિજાનાં પતિ આનંદને એક અઠવાડિયા સુધી પાણી અને ખોરાક નહીં મળવાનાં કારણે ખૂબ જ અશક્તિ આવી ગઈ હતી જેથી તેમને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે


"વંદે માતરમ ,ભારત માતાકી જય"






