બાદલ પરિવારે ૧૦ વર્ષના શાસનમાં ખાનગી હેલિકોપ્ટરથી ૧૨૧ કરોડનો ખર્ચ કર્યો

0
50

ચંડીગઢ,તા.૧૬
પંજાબના કેબિનેટ મંત્રી નવજાત સિંહ સિદ્ધુએ બાદલ પરિવાર પર રાજ્યમાં તેમના ૧૦ વર્ષના શાસન દરમિયાન ખાનગી હેલિકાપ્ટરોથી યાત્રા કરવામાં ૧૨૧ કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો હોવાનો આરોપ લગાવ્યો છે. તેમને એ પણ કહ્યુ કે તે મુખ્યમંત્રી અમરિન્દર સિંહ પાસે તેની તપાસ કરાવવાની માંગ કરશે.
સિદ્ધુએ કોંગ્રેસ ધારાસભ્ય સંગત સિંહ ગિલજિયાનના પુત્ર દલજીત સિંહ ગિલજિયાન દ્વારા એક આરટીઆઇ અરજી દ્વારા મેળવેલી માહિતીના આધારે આ આરોપો લગાવ્યા છે.
સિદ્ધુએ મીડિયાને કહ્યુ, ‘‘બાદલ પરિવારે વર્ષ ૨૦૦૭ થી ૨૦૧૭ ની વચ્ચે ખાનગી હેલિકાપ્ટર યાત્રાઓ પર ૧૨૧ કરોડ રૂપિયા ખર્ચ કર્યા છે.’’ સિદ્ધુએ દાવો કર્યો છે કે બાદલ પરિવારે લગભગ સાત કરોડ સરકારી હેલિકાપ્ટર પર ખર્ચ કર્યા છે. જ્યારે છેલ્લા નવ મહિનામાં કોંગ્રેસ સરકારે સરકારી હેલિકાપ્ટરો પર માત્ર ૨૨ લાખ રૂપિયા જ ખર્ચ કર્યા છે.
તેમને કહ્યુ કે, ‘‘હું ચાર્ટર્ડ ઉડાવવા પર (બાદલ પરિવાર દ્વારા) ખર્ચ કરવામાં આવેલી ભારેભરખમ રકમ વિશે જાણીનું સ્તબ્ધ છું. આ રૂપિયા એવા સમયે ખર્ચવામાં આવ્યા જ્યારે રાજ્યની નાણીકિય પરિસ્થિતિ ખરાબ હતી.’’ સિદ્ધુએ કહ્યુ કે તે મુખ્યમંત્રી અને નાણામંત્રી મનપ્રીત સિંહ બાદલને આ વિષેયની તપાસ કરાવવા માટે અનુરોધ કરશે.
સિદ્ધુએ મીડિયાને કહ્યુ કે, ‘‘મુખ્યમંત્રી વિમાનથી યાત્રા કરી શકે છે પણ આટલી ભારે ભરખમ રકમથી હેલિકાપ્ટર કે ચાર્ટર્ડ વિમાનથી યાત્રા કરવાના હક્કદાર નથી. સરકાર પાસે હેલિકાપ્ટર છે તો શુ કામ ચાર્ટર્ડ વિમાનમાં મોટી રકમ ખર્ચ કરવી પડે. સરકારી યાત્રા માટે સરકારી હેલિકાપ્ટરનો ઉપયોગ કરવો જોઇએ.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY