‘દે દે પ્યાર દે’નું નવું ગીત રિલીઝ

0
65

મુંબઈ,તા.૨૬
બોલિવૂડ એક્ટર અજય દેવગન, તબ્બુ અને રકુલ પ્રીત સિંહની કોમેડી ફિલ્મ દે દે પ્યાર દેનું નવું ગીત રિલીઝ થઈ ગયું છે. આ મસ્તીભર્યા ગીત હાઉલી હાઉલીમાં રકુલ પ્રીત સિંહના જબરદસ્ત લટકા ઝટકા જાવા મળી રહ્યા છે. આ ગીતમાં તબ્બુએ પણ ડાન્સ કર્યો છે અને તેના સ્ટેપ પણ અફલાતુન છે.
આ ગીતની વાત કરીએ તો એને અવાજ આપ્યો છે ગેરી સંધુ અને નેહા કક્કડે. આ ગીતનું મ્યુઝિક તનિષ્ક બાગચીએ આપ્યું છે તેમજ એના શબ્દો કુમારે લખ્યા છે. આ ગીત ટી સિરીઝ કંપનીના લેબલે લોન્ચ કર્યું છે. આ એક પંજાબી સોન્ગ છે અને એના વીડિયોમાં જબરદસ્ત મસ્તીનો માહોલ છે. રકુલ પ્રીત સિંહ આ સમગ્ર ગીતમાં મારક અદાઓ કરતી જાવા મળે છે અને તેનો આ જ અંદાજ અજય દેવગનને તેનો પ્રેમી બનાવે છે.
આ ગીતને હજી સુધી ૭૬,૪૨૬ કરતા વધારે વાર જાવાયું છે. આ ગીતના વીડિયોમાં અજય દેવગન, તબ્બુ અને રકુલ પ્રીત સિંહ વચ્ચે ગજબની કેમિસ્ટ્રી જાવા મળી રહી છે. આ ફિલ્મમાં અજય દેવગન અને રકુલ પ્રીત સિંહ પહેલીવાર સાથે કામ કરી રહ્યા છે. ફિલ્મમાં તબ્બુ પણ મહત્વના રોલમાં જાવા મળશે. આ ફિલ્મ આવતા મહિને ૧૭ મેના દિવસે રિલીઝ થશે. આ ફિલ્મમાં તબ્બુ સાથે એક વખત પરણી ચુકેલા અજય દેવગનનો તેનાથી બહુ નાની વયની રકુલ પ્રીત સિંહ સાથેનો રોમેન્સ દેખાડવામાં આવ્યો છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY