સુરત, તા.૧૨
આજે લાભ પંચમીના મુહૂર્તમાં શહેરના વેપારીઅો દ્વારા દુકાનોમાં પૂજા અર્ચના કરવાની સાથે દિવાળી મહાપર્વ ઉજવણી પૂર્ણ થઈ છે. બપોર સુધી માર્કેટોની દુકાનોમાં ગ્રાહકો નહીં આવતા ફરી દુકાનો બંધ કરવામાં આવી છે.
નવા વર્ષમાં નવી આશા અને ઉમંગ અને ઉત્સાહ સાથે શહેરના વેપારીઅોએ લાભ પંચમીના મુહૂર્તમાં દુકાનો ખોલી પૂજા અર્ચના કરી હતી. મુહૂર્તના સોદા કરીને આવનારા સીઝનમાં સારો વેપાર ધંધો થાય તેવી માંગણી સાથે ધાર્મિક પૂજા સંપન્ન કરવામાં આવી હતી. શહેરના રિંગરોડ પર આવેલ ટેક્ષ્ટાઈલ માર્કેટોમાં ૨૦ થી ૨૫ ટકા જ દુકાનોમાં મુહૂર્ત કરવામાં આવ્યા હતા.
દિવાળી બાદ લગ્નસરાની સીઝન શરૂ થતી હોવાથી બહારગામના અોર્ડર મળવાની અપેક્ષાએ વેપારીઅોએ દુકાનો શરૂ કરી છે. દિવાળી બાદ મોટાભાગના લોકો પરિવારજનો સાથે બહારગામ જતા હોવાથી કારીગરોની પણ માર્કેટોમાં અછત વર્તાતી રહે છે. તેમ છતાં મુહૂર્ત સાચવવા માટે દુકાન માલિકો દ્વારા આજે સવારે દુકાનો શરૂ કરી હતી અને બપોર બાદ બંધ કરવામાં આવી હતી. ટેક્ષ્ટાઈલ માર્કેટોમાં આજે માત્ર મુહૂર્તના જ સોદા થયા છે. રેગ્યુલર માર્કેટ શરૂ થતા હજી સપ્તાહથી વધુ સમય લાગશે. માર્કેટોની સુરક્ષા માટે સિક્યુરિટી ગાર્ડ અને સીસીટીવી લગાવવામાં આવ્યા છે. ઘણાં વેપારીઅો માત્ર દુકાન સુરક્ષિત રહે તે માટે સવારથી સાંજ સુધી દુકાનો ખોલીને બેસી રહે છે. સમગ્ર દેશમાં આર્થિક મંદીના લીધે શહેરના ટેક્ષ્ટાઈલ ક્ષેત્રનું વેકેશન લંબાય તેવી શક્યતા હાલ દેખાઈ રહી છે. દિવાળી પછી સારા વેપારની આશાએ આજે રિંગરોડની ૧૬૫ માર્કેટો સાથે સંકળાયેલા ૭૫ હજાર પૈકી માત ૨૫ ટકા જ દુકાનો ખુલી હતી. ટેક્સ્ટાઈલ માર્કેટો સાથે સંકળાયેલ પ્રોસેસિંગ યુનિટોમાં પણ ઉત્પાદન ૫૦ ટકા જેટલું અોઝુ થયું છે. દર વર્ષે દિવાળીના પાંચ દિવસ બાદ લાભ પંચમીથી વેપાર ધંધાઅો લગ્ïનસરાની ખરીદી માટે ધમધમતા થઈ જાય છે. પરંતુ આ વર્ષે વેકેશન લાંબુ ચાલે તેવી પૂરી શક્યતા દેખાઈ રહી છે.
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



