લાલુપુત્ર તેજપ્રતાપે છૂટાછેડા નહીં લેવા માટે પરિવાર સમક્ષ ત્રણ શરતો મૂકી..!!

0
62

પટના,તા.૧૫
બિહારના પૂર્વ મુખ્યમંત્રી લાલુ પ્રસાદ યાદવના પુત્ર તેજપ્રતાપ યાદવે સાત મહિનાના લગ્ન જીવનનો અંત લાવવાની કરેલી જાહેરાતથી આખો યાદવ પરિવાર સ્તબ્ધ થઈ ગયો છે.
હજી પણ તેજપ્રતાપને સમજાવવાના પ્રયત્નો ચાલુ છે ત્યારે એવુ કહેવાઈ રહ્યું છે કે પત્ની ઐશ્વર્યાને છુટાછેડા નહી આપવા માટે તેજ પ્રતાપે શરત મુકી છે.
તેજપ્રતાપ પોતાના જ મામાના પુત્રો ઓમ પ્રકાશ અને નાગમણિ તથા પત્ની ઐશ્વર્યાના પિતરાઈ વિપિનને પોતાના જીવનમાં આવેલા ત્રણ સૌથી મોટા વિલન માને છે. લાલુ પ્રસાદ સત્તામાં બહાર હતા ત્યારથી ઓમપ્રકાશ અને નાગમણિ લાલુ પ્રસાદના પરિવારની સાથે છે.૨૦૧૫માં બિહારમાં ગઠબંધનની સરકાર બની ત્યારે ઓમપ્રકાશ તેજપ્રતાપના પીએ હતા.
તે સમયે ઓમપ્રકાશનો પ્રભાવ વધી ગયો હતો. તેઓ લાલુના વિશ્વાસુ બની ગયા હતા અને તેજપ્રતાપની ઉપેક્ષા કરવા લાગ્યા હતા. પરિવારમાં ઓમપ્રકાશ અને નાગમણિના વધતા જતા પ્રભાવથી તેજપ્રતાપ નારાજ હતા.
બીજી તરફ પત્ની ઐશ્વર્યાના પિતરાઈ વિપિનથી પણ તેજપ્રતાપ નારાજ છે. તેજપ્રતાપનો આરોપ છે કે ત્રણે મળીને મને સાઈડલાઈન કરી રહ્યા છે. આ માટે તેઓ રાબડી દેવી અને તેજસ્વીની પણ કાન ભંભેરણી કરી રહ્યા છે. તેજપ્રતાપે શરત મુકી છે કે જા પારિવારક મુદ્દાઓથી આ ત્રણેને અલગ રાખવામાં આવે તો હું મારા નિર્ણય પર ફરી વિચાર કરી શકું છું.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY