ભારતીયને ૨૦૨૧માં અવકાશમાં મોકલાશે
શ્રીહરિકોટા,તા.૧૫
ઇન્ડિયન સ્પૅસ રિસર્ચ આૅર્ગેનાઇઝેશન (ઇસરો) ૨૦૨૦ના ડિસેમ્બરમાં માનવ વિહોણા ‘ગગનયાન’ને અવકાશમાં મોકલશે, જ્યારે ૨૦૨૧માં ભારતીયને અવકાશમાં મોકલાશે. અગાઉ, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સ્વાતંત્ર્ય દિનના પ્રવચનમાં ભારતીયને ૨૦૨૨ સુધીમાં ‘ગગનયાન’ દ્વારા અવકાશમાં મોકલવાની યોજનાની જાહેરાત કરી હતી.
ભારત જા અવકાશયાત્રીને અવકાશમાં મોકલવામાં સફળ થશે તો આ સિદ્ધિ મેળવનારો તે ચોથો દેશ બનશે. ઇÂન્ડયન સ્પૅસ રિસર્ચ આૅર્ગેનાઇઝેશનના વડા કે. શિવને જણાવ્યું હતું કે અમે ભારતીયને અવકાશમાં મોકલતા પહેલાં માનવ વિહોણા બે અવકાશયાન છોડીશું.
તેમણે જણાવ્યું હતું કે અવકાશમાં મોકલવામાં આવનારો ભારતીય પાંચથી સાત દિવસ અવકાશમાં રહીને વૈજ્ઞાનિક પ્રયોગો કરશે અને બાદમાં તેને પાછો ધરતી પર લવાશે. ઇન્ડિયન સ્પૅસ રિસર્ચ આૅર્ગેનાઇઝેશને માનવોને અવકાશમાં મોકલવા માટે જરૂરી ક્રૂ માડ્યુલ, વાતાવરણ નિયંત્રણ અને લાઇફ સપાર્ટ સિસ્ટમ જેવી આવશ્યક ચીજા વિકસાવી છે.
શિવને જણાવ્યું હતું કે ભારતીય અવકાશયાત્રીને અવકાશમાં મોકલવા માટે જીએસએલવી – એમકેથ્રી – ડીટૂ ‘લાન્ચ વૅહિકલ’ તરીકે કામ કરશે. તે બહુ જ સારું, વિશ્ર્વસનીય અને સરળ છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



