લાલુ યાદવ હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ : ૩૦ આૅગસ્ટે સરન્ડર કરવા આદેશ

0
34

મુંબઈ,તા.૨૫
રાષ્ટ્રીય જનતા દળના અધ્યક્ષ લાલૂ યાદવને મુંબઇની એશિયન હાર્ટ ઇન્સ્ટિટ્યૂટમાંથી ડિસ્ચાર્જ મળ્યો છે. હાલ જાણવા મળી રહ્યું છે કે લાલૂ યાદવ ડિસ્ચાર્જ બાદ પટના જશે. હૃદય અને કિડનીની બિમારીના કારણે લાલૂ યાદવ છેલ્લા દોઢ માસથી અહીં ભરતી થયાં હતા.
હોસ્પિટલના સુત્રો પાસેથી જાણવા મળી રહ્યું છે કે લાલૂનું સ્થિતી સારી નથી. નસોમાં બ્લોકેજ અને કિડનીમાં ઇન્ફેક્શન છે. જે કારણે તેના ઇલાજમાં મુશ્કેલી આવી રહી છે.
નોંધનિય છે કે, લાલૂ યાદવ ૧૦ મે થી જામીન પર છે રાંચીના વિશેષ કોર્ટે ઘાસચારા કૌભાંડના અલગ-અલગ ત્રણ મામલે દોષિત ઠેરવ્યા હતા. હવે તેને ૩૦ ઓગસ્ટ સુધીમાં સરન્ડર કરવું પડશે.

(જી.એન.એસ.)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY