સંતનું કાર અકસ્માતમાં મોત,ચક્ષુદાનથી બે વ્યકિતના જીવનમાં રોશની પથરાઈ

0
23

અમરેલી,તા.૨૫
૨૧ ઓક્ટોબરના રોજ અમરેલી નજીક ગોખરવાળા પાસે બોલેરો પીક અપ બોલેરો અને સાવરકુંડલા સ્વામિનારાયણ મંદિરના સંતોની કાર વચ્ચે અકસ્માત થયો હતો. જેમાં સાવરકુંડલા સ્વામિનારાયણ મંદિરના કોઠારી સ્વામી પ્રેમસ્વરૂપદાસજી (ઉ.૭૪)નો દેહવિલય થયો હતો. આથી સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો દ્વારા તેમની બન્ને આંખોનું દાન કરવામાં આવ્યું હતું. ચક્ષીદાનથી બે વ્યકિતના જીવનમાં રોશની પથરાઇ છે.
પ્રેમસ્વરૂપદાસજી સ્વામી જીવતા હતા ત્યારે અનેકના જીવન ઉજાગર કર્યા હતા. પરંતુ મૃત્યુ બાદ ચક્ષ્šદાન કરી બે વ્યકિતના જીવનમાં રોશની ફેલાવતા ગયા છે. ગઢપુરના ગોપીનાથજીદેવ મંદિર ખાતે આગામી ૪ નવેમ્બરના રોજ શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાશે. જેમાં આદિક દેવોનો થાળ તથા સંતો હરિભક્તોને રસોઇ અને સ્વામીશ્રીના ગુણાનુંવાદ પણ યોજાશે. પ્રેમસ્વરૂપદાસજી સ્વામીના નિધનથી સ્વામિનારાયણ સંપ્રદાયમાં શોકની લાગણી ફેલાઇ છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY