લંડન,તા.૯
બ્રિટનની સુસાનાહ ગિલે વર્લ્ડ મેરેથોન ચેલેન્જ જીતી. ૩૪ વર્ષની ગિલે સાત દિવસમાં સાત મહાદ્વીપમાં સાત મેરેથોન દોડવાનું ચેલેન્જ વર્લ્ડ રેકોર્ડ બનાવીને પૂરું કર્યું. તેમણે ૨૪ કલાક ૧૯ મિનિટ અને ૯ સેકન્ડના સમયમાં પુરી કરી. ગિલે કુલ ૨૯૫ કિમીનો રૂટ પૂરો કર્યો. તેમણે અમેરિકાની બેકા પિજ્જીનો ૨૭ કલાક ૨૬ મિનિટ અને ૧૫ સેકન્ડનો રેકોર્ડ તોડ્યો. અમેરિકાની રનરે આ રેકોર્ડ ૨૦૧૬માં બનાવ્યો હતો. પુરુષોમાં અમેરિકાનો માઇક વાર્ડિયન જીત્યો. ૪૪ વર્ષના માઇકે સાત મેરેથોન પુરી કરવામાં ૨૦ કલાક ૪૯ મિનિટ અને ૩૦ સેકન્ડનો સમય લીધો. માઇક ૨૦૧૭માં પણ જીત્યો હતો. માઇકે માયામી મેરેથોન ૨ઃ૫૩ઃ૩માં પુરી કરી હતી. વર્લ્ડે મેરેથોન ચેલેન્જમાં ૪૧ ખેલાડીઓએ ભાગ લીધો. એન્ટ્રી ફી ૩૦ લાખ રૂપિયા હતી.
મેરેથોન દરમિયાન ગિલે દરરોજ એવરેજ ૪ થી ૫ હજાર કેલરી બર્ન કરી. ખેલાડી જેવી એક મેરેથોન પુરી કરતાં હતાં તેવી જ બીજાની તૈયાર કરવા લાગતા. ખેલાડી વધારે સમય પ્લેનમાં જ સૂઇ જતા. ખેલાડીઓને એક વારમાં વધુમાં વધું ૩ કલાક સુવા મળતું. ખેલાડી એનર્જી માટે મગફળી, આલૂ ચિપ્સ અને ચોકલેટ ખાતા હતા. ગત એક દાયકામાં ગિલે ૪૫ મેરેથોન દોડી છે. આમાંથી ૧૦ લંડન મેરેથોન છે. એમનો બેસ્ટ ટાઇમ ૨ કલાક અને ૫૮ મિનિટ છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




