ગુલશન કુમારના રોલ માટે આમિરે હા પાડી દીધી..?!!

0
7

મુંબઈ,તા.૯
ઓડિયો કેસેટના ક્ષેત્રે ક્રાન્તિ કરી નાખનારા ટી સિરિઝના સ્થાપક ગુલશન કુમારની બાયો-ફિલ્મના હીરો તરીકે ફરી એેકવાર આમિર ખાનનું નામ ચર્ચાતું થયું હતું.
મૂળ આ ફિલ્મ માટે સૌથી પહેલાં અક્ષય કુમારનું નામ બોલાયું હતું. અક્ષયે ફિલ્મ સ્વીકાર્યા બાદ અન્ય ફિલ્મોના શૂટિંગ સાથે તારીખોનો ક્લેશ થતાં ફિલ્મ છોડી દીધી ત્યારે ગુલશન કુમારનો પુત્ર ભૂષણ કુમાર ગુસ્સે થયો હતો. ત્યારબાદ આમિર ખાનનું નામ બોલાયું હતું અને આમિરે તો સ્ક્રીપ્ટમાં કેટલાક ફેરફાર સૂચવ્યા હતા. એ સહનિર્માતા તરીકે જાડાવા પણ તૈયાર થયો હતો.
એ દરમિયાન યશ રાજની ઠગ્સ આૅફ હિન્દુસ્તાનનું શૂટિંગ શરૃ થઇ જતાં આમિરે આ ફિલ્મ કરવાની ના પાડી હતી. એ એક સાથે એકજ ફિલ્મ કરતો હોય છે જેથી સંપૂર્ણ ધ્યાન એમાં આપી શકે.
ત્યારબાદ આ ફિલ્મ શરૃ થયા પહેલાંજ અટવાઇ ગઇ હતી. એને મોગલ ટાઇટલ આપવામાં આવ્યું છે. લેટેસ્ટ માહિતી એવી છે કે આમિરે આ રોલ કરવાની હા પાડી છે અને એને માટેજ પોતાનું વજન ઘટાડી રહ્યો છે. જા કે આમિર સહનિર્માતાની જવાબાદરી પણ અદા કરશે કે કેમ એ હજુ જાહેર થયું નથી.
આમિરે હીરો તરીકે કામ કરવાની હા પાડતાં હવે ભૂષણ કુમાર આમિરને નિર્દેશન આપી શકે એવા ડાયરેક્ટરની તલાશમાં છે એવું કહેવાય છે. બાકીના કલાકારોનાં નામ હજુ નક્કી થયાં નથી.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY