ગૌરી લંકેશની હત્યા વાઘમારેએ જ કરી હતી : ગુજરાત ફોરેન્સિલ લેબે પુષ્ટિ કરી

0
13

ન્યુ દિલ્હી,તા.૫
ગૌરી લંકેશની હત્યાના મામલાની તપાસ કરી રહેલા વિશેષ તપાસ દળને (SIT) મોટી સફળતા મળી છે. ગુજરાતની એક ફોરેન્સિક લેબએ તે વાતની પુષ્ટિ કરી છે કે પરશુરામ વાઘમારેએ જ ગત સપ્ટેમ્બરે ગૌરી લંકેશની ગોળી મારીને હત્યા કરી હતી. એસઆઇટી સૂત્રોએ કહ્યું કે આખો ઘટનાક્રમ ફરીથી રચવામાં આવ્યો અને તેનો વીડિયો, ઘટનાના દિવસના સીસીટીવી ફૂટેજ ફોરેન્સિક વિજ્ઞાન ઓફિસને મોકલવામાં આવ્યાં. જેમાં એ વાતની પુષ્ટિ કરવામાં આવી કે બંન્નેમાં દેખાતો વ્યક્તિ એક જ છે.
એસઆઈટીએ એક અધિકારીએ નામ જાહેર ન કરવાના અનુરોધ પર જણાવ્યું કે, એફએસએલ પ્રયોગશાળાએ પુષ્ટિ કરી છે કે બંન્નેમાં દેખાતો માણસ એક જ છે.
પ્રગતિશીલ અને નિડર લખાણ માટે ઓળખાતી ગૌરી લંકેશની પાંચ સપ્ટેમ્બર, ૨૦૧૭ના રોજ અજ્ઞાત હુમલાવરોએ ગોળી મારીને હત્યા કરી દીધી છે. આ દરમિયાન એસઆઈટીએ હત્યા પ્રત્યક્ષ-અપ્રત્યક્ષ રીતે સામેલ કેટલાક અન્ય લોકોની તપાસ તેજ કરી દીધી છે. તેમણે અત્યાર સુધી ૧૨ લોકોની ધરપકડ કરી છે.
અધિકારીએ જણાવ્યું કે, “તેઓ મહારાષ્ટ્રમાં એટીએસના તપાસ શરૂ કર્યું ત્યારથી ફરાર છે. તેઓ તમામ મહારાષ્ટÙ અને ગોવાના રહેવાસી છે.”
એસઆઇટીને સાથે જ કર્ણાટકમાં ઓછામાં ઓછા ૫૦ લોકોની ઓળખ કરી હતી. જેઓ આ ગ્રુપના સભ્યો હતાં.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923 
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY