મુંબઈ,તા.૫
સુપ્રીમ કોર્ટે મંગળવારે ૧૯૯૩ના કસ્ટોડિયલ ડેથ મામલે મહારાષ્ટ્રમાં નવ પોલીસ કર્મચારીઓને ૭ વર્ષની સજા સંભળાવી. આ સાથે કોર્ટે પોલીસ દળોને અપીલ કરતા કહ્યું કે તેઓ ગેર કાયદેસર રીતનો સહારો લેવાની જગ્યાએ લોકતાંત્રિક પોલીસ શૈલી અપનાવે.
જસ્ટિસ એનવી રામનાની અધ્યક્ષાવાળી બેન્ચે નિર્ણય સંભળાવવાની શરૂઆત કરતાં કહ્યું કે, ‘મહાન શક્તિઓ સાથે મોટી જવાબદારી આવે છે.’ આ ફિલ્મ સ્પાઈડરમેનના બેન્જામિન પાર્કરનો ડાયલોગ છે જેમને સ્પાઈડરમેન સિરીઝમાં અંકલ બેન નામથી ઓળખવામાં આવે છે.
બેન્ચે પૂર્વ પોલીસ કર્મચારીઓની સજાને ત્રણ વર્ષથી વધારીને સાત વર્ષ કરી દીધી જે પોલીસ કર્મચારીઓ પર લાગેલ આરોપો માટે અધિકત્તમ સજા છે. ૨૦૦૭માં હાઈકોર્ટે નવ આરોપીઓને ત્રણ વર્ષની સજા સંભળાવી હતી પરંતુ સુપ્રીમ કોર્ટે અનુભવ્યું કે, સજા અપર્યાપ્ત અને અસમાન હતી.
કોર્ટે કહ્યું, આ કેસમાં પોલીસ કાયદાનો ઉલ્લંઘન કરનાર છે, જેની પાસે પ્રાથમિક રૂપે કાયદાનું રક્ષણ અને પાલનની જવાબદારી છે. આ રીતના ઉલ્લંઘન માટે સજા પ્રામાણિક રીતે વધારે કડક હોવી જાઈએ જેથી સમાજમાં વિશ્વાસ ઉભો થઈ શકે.
બેન્ચ કહ્યું કે, જેમને ક્રિમિનલ લોની જવાબદારી આપી જાય છે, તેમને ધ્યાન રાખવું જાઈએ કે, તેમની પાસે માત્ર વ્યક્તિગત આરોપીઓની જવાબદારી નથી પરંતુ રાજ્ય અને સમુદાયના પણ કર્તવ્ય છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"




