પણજી,તા.૧૭
ગોવાના મુખ્યમંત્રી મનોહર પારિકરે સર્જિકલ સ્ટ્રાઈક વિશે વિપક્ષ ઉપર પ્રહાર કર્યા છે. ભાજપના કાર્યકર્તાઓની બેઠકમાં તેમણે કહ્યુ કે, મને સર્જિકલ સ્ટ્રાઈક પર રાજકારણ નથી ગમતું. વિપક્ષી પાર્ટીઓનું કહેવું છે કે, સર્જિકલ સ્ટ્રાઈક નથી થઈ. તેઓ આ વિશે નકારાત્મક જ છે. શું મારે તમને સાથે લઈને જવાનું હતું? મારે સેનાને કહેવાની જરૂર હતી કે, રાહુલ ગાંધીને સાથે લઈ જઈને સર્જિકલ સ્ટ્રાઈક કરજા. નોંધનીય છે કે, આર્મીએ ૨૦૧૬માં ૨૮ સપ્ટેમ્બરની રાતે સીમા પાર જઈને સર્જિકલ સ્ટ્રાઈક કરી હતી અને તેમાં ૩૮ આતંકીઓને ઠાર કરવામાં આવ્યા હતા.
મનોહર પારિકરે જણાવ્યું કે, સર્જિકલ સ્ટ્રાઈક વિશે ઘણી ગોપનીયતા રાખવામાં આવી હતી. આ વિશે માત્ર વડાપ્રધાન, હું. સેના પ્રમુખ અને સૈન્ય સંચાલનના મહાનિર્દેશક અમે ચાર લોકો જ જાણતા હતા. અમે ચારેય ત્યારે દિલ્હીમાં હતા. કોર કમાન્ડર, સેનાના કમાન્ડર અને જે લોકો આ ઓપરેશનમાં સામેલ હતા તે લોકો શ્રીનગરમાં હતા. અમારે આ ઓપરેશન માટે ખૂબ ટૂંક સમયમાં ઝડપથી તૈયારી કરવી પડી હતી. કારણકે આ પ્રકારના ઓપરેશનમાં વધારે સમય ન લઈ શકાય.
સર્જિકલ સ્ટ્રાઈક પર વિપક્ષ સતત કેન્દ્ર સરકાર પર આકરા પ્રહાર કરતા રહે છે. કોંગ્રેસનું કહેવું છે કે, મોદી સરકાર સેનાના જવાનોના બલિદાન, પરાક્રમ અને સાહસનો ઉપયોગ રાજકારણ માટે કરી રહી છે. આ મુદ્દે બીજેપીનું કહેવું છે કે, સેનાનું મનોબળ તોડવું કોંગ્રેસની નીતિ છે.
આર્મીએ ૨૦૧૬માં ૨૮ની રાતે પહેલીવાર એલઓસી પાર કરીને પાકિસ્તાનના કાશ્મીરમાં કાયદેસરની સર્જિકલ સ્ટ્રાઈક કરી હતી. મીડિયા રિપોટ્ર્સમાં જણાવ્યા પ્રમાણે ૧૨૫ પૈસા કમાન્ડોઝ ૩ કિમી અંદર ઘૂસીને આતંકીઓના ૭ ટેન્ટ તોડી પાડ્યા હતા. આ હુમલામાં ૩૮ આતંકીઓને ઠાર કરવામાં આવ્યા હતા.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે


"વંદે માતરમ ,ભારત માતાકી જય"




