લશ્કરની ધમકી: કશ્મીરમાં સુરક્ષાદળો માટે અત્યંત મુશ્કેલ રહેશે વર્ષ-૨૦૧૮

0
454

શ્રીનગર,તા.૨૩
પાકિસ્તાની આતંકી સંગઠન લશ્કર-એ-તોઈબાએ તેમનું ઓનલાઈન મેગેઝીન લોન્ચ કર્યું છે. લશ્કરે આ મેગેઝિનમાં જ ધમકી આપી છે કે વર્ષ ૨૦૧૮ ભારતીય સેના અને સુરક્ષા દળો માટે જમ્મુ-કાશ્મીરમાં વધુ મુશ્કેલ થવાનું છે. લશ્કરના આ મેગેઝીનનું નામ ‘ઉઅીંર’ છે અને તેમાં પ્રવક્તા અબ્દુલ્લા ગજનવીનું ઈન્ટરવ્યૂ પણ આપવામાં આવ્યું છે. આ સિવાય મેગેઝીનમાં આતંકી હુમલાનું એક લિસ્ટ પણ આપવામાં આવ્યું છે જે વર્ષ ૨૦૧૭માં કેડર્સ તરફથી કરવામાં આવ્યા છે.
મેગેઝીનમાં સંગઠન તરફથી કહેવામાં આવ્યું છે કે, લશ્કર કાશ્મીરમાં સામાન્ય માણસોને થતાં સંઘર્ષમાં મદદ કરી રહ્યુ છે. ગજનવીએ તેમાં એ સવાલનો પણ જવાબ આપ્યો છે કે શું લશ્કર પાકિસ્તાની સેનાનો જ એક ભાગ છે? ગજનવીએ કÌšં છે કે, લશ્કર એક સામાન્ય માણસનો સંઘર્ષ છે જે જમ્મુ-કાશ્મીરના લોકોને આકાંક્ષાઓને પ્રદર્શિત કરે છે. તેણે એવું પણ કહ્યુ છે કે, જા પાકિસ્તાની સેના માટે પ્રોક્સી શબ્દનો ઉપયોગ કરવામાં આવે છે તો તે ખોટો શબ્દ છે. ગજનવીએ કÌšં છે કે, એવો દેશ જે ભગવાનમાં ઓછો વિશ્વાસ કરે છે અને સેનાનો વધુને વધુ ઉપયોગ કરે છે તેવા દેશ માટે પ્રોક્સી શબ્દનો ઉપયોગ કરવો જાઈએ. પાકિસ્તાની સેના કોઈ પણ મુદ્દાનો ઉકેલ લાવવા માટે સક્ષમ છે.
આ ઈન્ટરવ્યૂમાં ગજનવીએ એવું પણ કહ્યુ છે કે, કાશ્મીરમાં આઝાદીના અધૂરા એજન્ડાને પૂરા કરવા માટે ત્યાં ચાલી રહેલાં સંઘર્ષને નૈતિક અને કાયદાકીય રીતે સમર્થન આપવું પાકિસ્તાનની મજબૂરી છે. ગજનવીએ કહ્યુ છે કે, અત્યાર સુધી લશ્કર તરફથી કુરાન અને હાદિથ પર આધારિત સાહિત્ય પ્રસારિત કરવામાં આવતુ હતું. તેના દ્વારા લશ્કર હંમેશા એ વાત જણાવવાનો પ્રયત્ન કરે છે કે, અમુક લોકો ખોટા રસ્તે જઈ રહ્યા છે અને આ લોકો ભારતને તેનો હેતુ પૂરો કરવામાં મદદ કરી રહ્યા છે.

(જી.એન.એસ)

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. +91 9978406923

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY