૨૩ લાખથી વધુ યુનિ., કોલેજના શિક્ષકો, બિન શૈક્ષણિક વિભાગના કર્મચારીઓને મળશે

0
210

ન્યુ દિલ્હી,તા.૨૩
૭માં પગારપંચના અમલની જાહેરાત કેન્દ્રીય માનવ સંસાધન મંત્રાલયે કરી હતી. જે અંતર્ગત ૨૩ લાખ જેટલાં કર્મચારીઓને લાભ મળશે.આ અંગે કેંન્દ્રીય માનવ સંસાધન મંત્રી પ્રકાશ જાવડેકરે ટ્‌વીટર પર જાહેરાત કરતાં લખ્યુ હતુ કે ૭માં પગારપંચનો લાભ ૨૩ લાખથી વધુ યુનિવર્સિટી અને કોલેજનાં શિક્ષકો અને બિન શૈક્ષણિક વિભાગનાં કર્મચારીઓને મળશે.
તેમણે જણાવ્યું હતુ કે જેનાંથી યુનિ.નાં ૨૫ હજાર પેંશનરોને તેનો લાભ મળશે. હાલ દેશની જુદી જુદી યુનિવર્સિટી અને ડીમ્ડ યુનિવર્સિટી અને ૮ લાખ જેટલાં શિક્ષકો અને ૧૫ લાખ જેટલાં બિન શૈક્ષણિક કર્મચારીઓને ટ્‌વીટ કરીને તેની જાણકારી આપી હતી.
આ પગારપંચ તેનાં કર્મચાર્રીઓની પગાર વધારાની સમીક્ષા માટે બનાવવામાં આવ્યું હતુ. જેને લીધે કર્મચારીઓનાં પેંશનમાં ૮૦૦૦થી ૧૮૦૦૦ સુધીનો વધારો થશે. જાવડેકરે ટ્‌વીટ કરીને જણાવ્યું હતુ કે નરેન્દ્ર મોદી ગવર્નમેંટે પેંશન સ્કીમને રિવાઈઝ્ડ કરી છે. જેની અંદર રિટાયર્ડ ફેકÂલ્ટ અને બીજા નોન ટીચિંગ સ્ટાફ કે જે સેંટ્રલ યુનિવર્સિટી અને કોલેજનો સ્ટાફ રિકમેંડેશન પ્રમાણે ૭માં કમિશનની ભલામણ પ્રમાણે કામ કરી શકે છે. તેમજ બીજી ટ્‌વીટમાં તેમણે ઉમેર્યુ કે ૨૫૦૦૦ જેટલાં પ્રેઝેન્ટ પેન્શનર્સ કે જેઓ સેન્ટ્રલ યુનિવર્સિટીનાં કર્મ્ચારીઓ છે તેમને પગારમાં ૬૦૦૦થી ૧૮૦૦૦નો વધારો થઈ શકે છે.
આમ ૭માં પગાર પંચની ભેટ સ્વીકારતા તમામ લાભાર્થીઓને પેન્શનમાં ઈજાફાનું ઈનામ મળ્યું છે. જે વાત સ્વીકારવી ઘટે.

(જી.એન.એસ)

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. +91 9978406923

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY