વકિલોના હક્કો પર તરાપ મારવાના સુપ્રીમ કોર્ટ ચુકાદા સામે વિરોધ નોંધાવ્યો.

0
202

ભરૂચ ડિસ્ટ્રીકટ બાર એસોસિએશન દ્વારા સુપ્રિમ કોર્ટમાં ધારાશાસ્ત્રીઓના હડતાલ સબંધે આપેલા ચુકાદાના સંદર્ભમાં તમામ ધારાશાસ્ત્રીઓના રાષ્ટ્રવ્યાપી અભિયાન માટે એક દિવસીય કામગીરી થી અળગા રહીને વિરોધ નોંધાવી સુત્રોચાર કર્યા હતાં.

બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાની ન્યુ દિલ્હી ખાતે મળેલ સંયુકત બેઠકમાં ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો કે અદાલતો દ્વારા ખરેખર થતાં અન્યાયો અને ખોટા કાર્યો સામે હડતાલ પર ઉતરવાના એડવોકેટોના લોકશાહી અધિકારોનું ગળુ ટુંપવા થતા પ્રયાસો અંગેના મુદ્દા સબંધે તેમજ વકિલોનું પ્રતિનિધિત્વ કરતા મંડળોના અધિકારોને પડાવી લેવાના થતાં પ્રયાસો અને ભારતના ઉચ્ચ શિક્ષણ આયોગ યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન એકટને રદ્દ કરવાના મુસદ્દા વિધેયક ૨૦૦૮ વિશે તેમજ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર પાસેથી વકીલોને વીમા યોજના, મેડીકલેઇમ,પેન્સન, સ્ટાઇપન્ડ અને કલ્યાણ લક્ષી પગલાઓના લાભા પુરા કરવાની માંગ કરવા સાથે વડી અદાલત અથવા સર્વોચ્ચ અદાલતોના ન્યાયાધીશોને તેઓ નિવૃત્ત થયા પછી કોઇપણ પ્રકારની સરકારી કામગીરી ન સોંપાય તેમજ એડવોકેટોના ભાતૃભાવન અલાભાર્થે કેન્દ્ર સ્તરે એડવોકેટ પ્રોટેકશન એકટ પસાર કરાય તેવી પણ માંગ કરવામાં આવી હતી. જે અંગે વકીલોમાં ભારે રોષ વ્યાપી ગયો હતો અને જિલ્લાના દરેક ન્યાયાલયો ખાતે વકીલોએ એકત્રિત થઈને દેખાવો યોજી સુત્રોચ્ચારો કરી જિલ્લા ન્યાયાધીશ અને જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી રજૂઆતો કરી હતી.

રિપોર્ટ અંકિતા પાટણવાડિયા
9904733000

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY