રાજપીપળા : દર વર્ષે એનવીપીએ દ્વારા અલગ અલગ વિષય પર નર્મદા જિલ્લા તથા નર્મદા જિલ્લાની બહાર રહેતા ફોટોગ્રાફર અને વિડયોગ્રાફર માટે વર્કશોપ નું આયોજન થતું જ રહે છે.આ વર્કશોપ માંથી ફોટોગ્રાફર અને વીડિયોગ્રાફર ને કઈક નવું નવું જાણવા મળતું રહે છે દર વર્ષે થતા આ વર્કશોપ માં ભારત દેશ માથી જે ફેકલ્ટી બોલવામાં આવે છે તે પોતાના વિષય પર પારંગત હોઈ છે અને તેના વિષય પર અહીં પોતાનું જ્ઞાન પીરસતા હોય છે. જેમાં આ વર્ષે વિશ્વ માં પ્રખ્યાત એવાં દિપક વાઘેલા કે જેઓ એ અત્યાર સુધી માં 500 થી પણ વધુ વર્કશોપ કર્યા છે પછી તે ગુજરાત હોઈ કે ભારત કે પછી વિદેશ હોય એમણે 500 થી પણ વધુ વર્કશોપ કર્યા છે ,દિપક વાઘેલા એક સેલિબ્રિટી તરીકે પણ ખ્યાતનામ છે જ્યા પણ એમનો વર્કશોપ હોઈ ત્યાં ખૂબ મોટી સંખ્યા માં ફોટોગ્રાફર અને વિડયોગ્રાફર જોડાતા હોઈ છે.દીપકભાઈ એ ગુજરાત ના સી.એમ અને ારત દેશ ના વડા્રધાન નરેન્દ્ર મોદી માટે પણ પોતાની સેવા આપી છે અને હાલ 19 ઓગસ્ટ 2018ના રોજ દિલ્હી ખાતે આંતરરાષ્ટ્રીય વર્લ્ડ ફોટોગ્રાફી ડે માં ભારત નું પ્રતિનિધિત્વ પણ કર્યું હતું તેઓ અનેક કંપનીઓ ના ટ્રેનર તરીકે પણ છે.બેટર ફોટોગ્રાફી દ્વારા દીપકભાઈ ને ટ્રેનર ઓફ ઇન્ડિયા ની એવોર્ડ પણ મળ્યો છે.તેવા આવા ખ્યાતનામ ટ્રેનર ને બોલાવી નર્મદા વિડીયોગ્રાફર અને ફોટોગ્રાફર એસોસિએશન દ્વારા દરેક ને એક દિવસ ની ટ્રેનીંગ રાજપીપલા ના સરદાર ટાઉનહોલ ખાતે આપવામાં આવી હતી જેમાં વીપીએબી બારડોલી ના પ્રમુખ દીપકભાઈ , ધર્મેશભાઈ અને અનિલભાઈ એ એમની ટીમે સાથે ભાગ લીધો હતો.જ્યારે સોનગઢના કિશોરભાઈ અને એમની ટીમે અને નર્મદા જિલ્લાના ફોટોગ્રાફર અને વિડીયોગ્રાફરો એ પણ દિપક વાઘેલા ના આ વર્કશોપ માં ભાગ લીધો હતો.આ વર્કશોપ ની સમગ્ર તૈયારી એનવીપીએ ના પ્રમુખ શાંતિલાલભાઈ પટેલ,રાજુભાઇ વસાવા,ધર્મેન્દ્રભાઈ પંચોલી,નયનભાઈ પંચોલી અને તેમની ટિમ દ્વારા સમગ્ર આયોજન કરવામાં આવ્યું હતું.

એનવીપી એસોસિએશન નો હેતુ એછે કે જિલ્લાના દરેક મિત્રોને પગભર કરવા અને આ ક્ષેત્ર માં આગળ વધારવાનો માટે દર વર્ષે અવનવા વર્કશોપ નું આયોજન કરવામાં આવે છે .

ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"





