ત્રિપોઈ,તા.૨૫
લીબિયાની સેનાએ એક સંયુક્ત અભિયાનમાં તાજેરબૂની નજીક આઈએસના ૧૨ આતંકવાદીઓને ઠાર કર્યા છે. કાર્યવાહીમાં આઈસિસના આતંકવાદીઓના વાહનોનો ખાત્મો કરવામાં આવ્યો છે અને હથિયારો તથા વિસ્ફટકો પણ જપ્ત કરવામાં આવ્યા છે. સેનાનું કહેવું છે કે સૈન્ય બટાલિયનની જાઈન્ટ ફોર્સિસ અને સુરક્ષાદળોએ તાજરેબૂમાં આતંકવાદીઓના ઠેકાણા પર હુમલો કર્યો હતો.
તાજેરબૂમાં જ શુક્રવારે ડઝનબંધ બંદૂકધારીઓએ પોલીસ સ્ટેશન અને સરકારી ઈમારતોને નિશાન બનાવીને હુમલો કર્યો હતો. જેમાં આઠ લોકો માર્યા ગયા હતા અને પંદરથી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા હતા. આતંકવાદીઓએ એક ડઝન જેટલા લોકોને બંધક પણ બનાવ્યા હતા. મહત્વપૂર્ણ છે કે મધ્ય-પૂર્વ એશિયામાં આઈસિસના આતંકવાદીઓનો મોટો પ્રભાવ છે.
અમેરિકા, સીરિયા અને ઈરાક ખાતે આઈસિસના ઠેકાણા પર હુમલો કરતું રહે છે. પૂર્વ સીરિયામાં આઈસિસના આખરી ગઢ પર અમેરિકાના નેતૃત્વવાળી ગઠબંધન સેના દ્વારા ગત મહીને ઓક્ટોબરમાં કરવામાં આવેલા હુમલામાં ૧૪ જેટલા નાગરીકોના મોત નીપજ્યા હતા.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"





