ન્યુ દિલ્હી,તા.૭
રૂપિયામાં સતત ઘટાડો છતાં રિઝર્વ બેન્કમાં ગભરાટ નથી. જાકે, ડેરિવેટિવ્ઝ ટ્રેડર્સના મતે બજારના દબાણને કારણે આરબીઆઈને વ્યાજદરમાં ૦.૫ ટકાની વૃધ્ધિની ફરજ પડે તેવી શકયતા છે ડેરિવેટિવનો માપદંડ ઓવરનાઈટ ઈન્ટરેસ્ટ રેડ સ્વોપ (ઓઆઈએસ) ત્રણ વર્ષની ઉંચાઈએ પહોંચ્યો છે, જે સૂચવે છે કે આરબીઆઈ ઓકટોબર અને ડિસેમ્બરની પોલિસી બેઠકમાં સતત બે વખત વ્યાજદરમાં વધારો કરી શકે.
એક વર્ષની મેચ્યોરિટીનો સ્વોપ ૭.૩ ટકાની ઉંચાઈએ પહોંચ્યો છે, જે ત્રણ વર્ષમાં સૌથી વધુ છે. છેલ્લા ૩-૪ સપ્તાહમાં તેમાં ૦.૩૫ ટકા ઉછાળો નોંધાયો હતો. ટૂંકા ગાળાના વ્યાજદરમાં પણ વૃધ્ધિ શરૂ થઈ ચૂકી છે. ૩૬૪ દિવસના ટ્રેઝરી બિલ (ટૂંકા ગાળાના સોવરિન બોન્ડ)નું મૂલ્ય ગયા સપ્તાહના વેચાણભાવની તુલનામાં ૦.૨ ટકા વધીને ૭.૫૨ ટકાએ પહોંચ્યું છે.
ફેડરલ બેન્કના એક્ઝિકયુટિવ ડિરેકટર અને સીએફઓએ જણાવ્યું હતું કે, રૂપિયામાં નોંધપાત્ર ઘટાડાને કારણે લોકોને વ્યાજદરમાં વધુ વૃધ્ધિની આશા છે. રેટમાં વૃધ્ધિને કારણે વિદેશી રોકાણકારો ડેટ ઈન્સ્ટહ્રમેન્ટમાં આકષાર્શે. તેને લીધે દેશમાં વિદેશી રોકાણપ્રવાહ આવશે. ફોરેકસ રિઝર્વ, જીડીપી અને રાજકોષીય ખાણ્ જેવી બાબતોમાં ભારતના અર્થતંત્રની તૂકૠ અને આર્જેન્ટિના સાથે તુલના કરી શકાય તેમ નથી. તુકૠ અને આર્જેન્ટિનાના ચલણમાં ઘટાડાને લીધે ત્યાંની મધ્યસ્થ બેન્કે ગભરાટમાં પગલાં લીધાં છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



