એલઆઈસીના અધિકારીની ઓળખ આપી ત્રણ કરોડની ઠગાઈ

0
10

સુરત,તા.૧૦
સુરતમાં એક ક્લારકામના વેપારી સાથે ત્રણ કરોડથી વધુની ઠગાઈ થયાના અહેવાલ સામે આવી રહ્યા છે. અહીં એલઆઇસી ઓફ ઇÂન્ડયાના અધિકારી તરીકેની ઓળખ આપી ૩ કરોડની ઠગાઈ કરવામાં આવી હતી. આ ઘટનામાં કુલ ૧૩ લોકો સામે ફરિયાદ નોંધાઈ છે.
આ ઘટના વિશે મળતી માહિતી અનુસાર, કેન્દ્ર સરકારની દિલ્હી મેટ્રો રેલ કોર્પોરેશન પ્રોજેકટમાં ઇન્વેસ્ટ કરવાની સાથે વેપારીને બમણો ફાયદો થશે તેવી લોભામણી લાલચ આપવામાં આવી હતી. એલઆઇસી ઓફ ઇÂન્ડયામાં વેપારીની પોલિસી પાકી ગઈ હોવાથી તમે વિથડ્રો કરવાના બદલે ડીએમઆરસીમાં રોકાણ કરશો તો વધુ ફાયદો થશે તેમ જણાવી આ કૌભાંડ આચરવામાં આવ્યું હતું.
આઇટી વિભાગ ,રિઝર્વ બેન્ક ઓફ ઇÂન્ડયા, સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડીયા, તેમજ ડીએમઆરસીના બોગસ લેટરો આરોપીઓએ ઈમેલ મારફતે મોકલ્યા હતા. ઠગબાજાએ ભારત સરકારના “સત્યમેવ જયતે “લોગોવાળા ઉપરાંત રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડીયાના લેટરપેડ ઉપર ગવર્નર ઉર્જિત પટેલની પણ બોગસ સહી વાળો લેટર મોકલ્યો હતો.
આ સિવાય આઇટીના કમિશનરની બોગસ સહી અને ડીએમઆરસી પ્રિÂન્સપાલ એડવાઇઝરની પણ બોગસ સહીવાળો લેટરનો ઉપયોગ કરી પોતે સરકારી અધિકારીઓ હોવાની ઓળખ આપી હતી. વેપારીને લોભામણી લાલચ આપી ઠગ બાઝોએ અલગ અલગ બેન્ક એકાઉન્ટમાં અને આર્ટિજીએસ મારફતે કુલ ત્રણ કરોડ જેટલી રકમ પડાવી લીધી હતી.
આ ઘટનામાં રોહન શર્મા નામના શખ્સ અને તેના અન્ય ચીટરો દ્વારા વેપારીને કરોડોનો ચુનો ચોપડવામાં આવ્યો હોવાની વાત સામે આવી છે. આ વિશે સુરત ક્રાઈમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાઇ છે. પોલીસે વેપારીની ફરિયાદના આધારે તપાસ શરૂ કરી છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923 
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY