મુંબઈ,તા.૧૯
પરિણીતી ચોપરા અત્યારે સિદ્ધાર્થ મલ્હોત્રાની સાથે લખનૌમાં પ્રશાંત સિંઘની ‘જબરિયા જાડી’ માટે શૂટિંગ કરી રહી છે. સાથે જ તે આગામી સમયમાં ‘કેસરી’માં અક્ષય કુમારની સાથે પણ જાવા મળશે. તેણે વધુ એક ફિલ્મ સાઇન કરી છે. તેણે અનુરાગ બાસુની મ્યુઝિકલ ડ્રામા ફિલ્મ ‘લાઇફ ઇન અ મેટ્રો’ની સીક્વલ માટે હા પાડી દીધી છે. તે આ ફિલ્મમાં નેશનલ એવોર્ડ-વિનિંગ એક્ટર રાજકુમાર રાવના અપોઝિટમાં જાવા મળશે.
એક સોર્સે કહ્યુ હતું કે, ‘પરિણીતી હંમેશાથી અનુરાગની સાથે કામ કરવા ઇચ્છતી હતી. કેમ કે, તેને બાસુની ફિલ્મ્સ અને કંઇક અલગ કામ કરવાનું તેમનું વિઝન પસંદ છે. તેને સ્ક્રિપ્ટ ગમી ગઈ હતી અને તરત જ હા પાડી હતી. ઓરિજિનલમાં શિલ્પા શેટ્ટી, શાઇની આહુજા, ધર્મેન્દ્ર, નફિસા અલી, ઇરફાન ખાન, કોંકણા સેન શર્મા, કંગના રનૌત, કે કે મેનન અને શરમન જાશી લીડ રોલ્સમાં હતા. જેમાં છ સ્ટોરીઝ હતી અને દરેકમાં જુદા-જુદા ઇશ્યૂઝને ડીલ કરવામાં આવ્યા હતા.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"





